GSTV

કોન્વેન્ટ સ્કૂલમાં હિન્દુ-મુસ્લિમ બાળકોને પ્રવેશ ન અપાતા શાળા સામે વાલીઓનો રોષ

વલસાડની કોન્વેન્ટ સ્કુલમાં હિન્દુ-મુસ્લિમ સમાજના બાળકોને પ્રવેશ નહી મળે તેવુ આચાર્યએ નિવેદન આપ્યું હતું. જેને લઈને શાળા તંત્ર સામે રોષ યથાવત છે. આજે વલસાડ યુથ કોંગ્રેસ અને વાલીઓ શાળા તંત્રને રજૂઆત કરવા ગયા હતા.પરંતુ આચાર્યએ રજૂઆત સાંભળી ન હતી. જેથી વાલીઓ અને યુથ કોંગ્રેસના કાર્યકરો જિલ્લા શિક્ષણાધિકારીની ઓફિસે પહોંચ્યા હતા. અને ત્યાં શાળા તંત્ર સામે સુત્રોચ્ચાર કર્યા હતા. જો સ્કુલ તંત્ર સામે પગલા નહી ભરવામાં આવે તો યુથ કોંગ્રેસ દરરોજ જિલ્લા શિક્ષણાધિકારીને મળીને વિરોધ કરવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

 

વલસાડ ની કોન્વેન્ટ સ્કૂલ ના મુદ્દે પ્રિન્સિપલ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે આ સંસ્થા 82 વર્ષ જૂની છે અને અહીંયા બધા ધર્મ ના લોકો ભણતર માટે આવે છે અહીંયા બધા ધર્મ જેમ કે હિન્દૂ મુસ્લિમ અને ઈસાઈ ધર્મના લોકો ભણતર માટે આવે છે અને અહીંયા કોઈપણ એડમિશન ધર્મ ના આધારે નથી કરવામાં આવતું અને માત્ર મેરીટ ના આધારે  અહીંયા એડમિશન અપાતું હોવાનું પ્રિન્સિપલ દ્વારા જણાવવા માં આવ્યું હતું

Related posts

કોરોના : પ્રિન્સ ચાર્લ્સ પણ કરશે સરકારના પ્રતિંબંધોનું પાલન

Nilesh Jethva

કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થતા સીએમ યોગીએ અધિકારીઓને લગાવી ફટકાર

Nilesh Jethva

પેટ્રોલ અને ડીઝલની માગ ઘટી પણ આ ડિમાન્ડમાં ભારે ઉછાળો આવ્યો, દરરોજનું 3 લાખ બુકિંગ વધ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!