ગુજરાત કોંગ્રેસની વેબસાઈટ હેક, હાર્દિક પટેલનો વીડીયો મૂકાતા સાઇટ તાત્કાલિક બંધ

ગત 12 માર્ચે પાટીદાર અનામત આંદોલનનાં નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં સામલ થયાં હતાં. વિધીવત રીતે કોંગ્રેસમાં જોડાયા બાદ ગઈ કાલે જ હાર્દિકે પાલડી સ્થિતી કોંગ્રેસ કાર્યાલયની મુલાકાત કરી હતી. જો કે આજે હેકરોએ ગુજરાત કોંગ્રેસની વેબસાઈટ હેક કરી છે. જો કે આ મામલે કોંગ્રેસ તપાસ કરી રહી છે.

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોમાં એકબીજા ટાંટીયાખેંચ શરૂ થઇ ગઇ છે. જેમાં આ વખતે ગુજરાત કોંગ્રેસની વેબસાઇટ હેક થઇ છે. જેમાં હાર્દિક પટેલનો એક જૂનો વીડિયો વેબસાઇટ પર મૂકી દેવામાં આવ્યો છે. જેમાં લખવામાં આવ્યુ છેકે અમારા નવા નેતાનું સ્વાગત છે. ત્યારે હાલ આ મામલે કોંગ્રેસ દ્વારા તપાસ શરૂ કરી દેવાઇ છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter