GSTV
Entertainment News Trending

સાજિદ ખાનને ફરી #Metoo નડ્યું, બિગ બોસમાં એન્ટ્રીને લઈને વિવાદ

બોલિવુડમાં ‘મિટુ’ને લઈને ઘણાં લોકો વિરોધનો સામનો કરી રહ્યા છે જેમાં સૌથી ચર્ચિત નામ સાજિદ ખાનનું છે. 2018માં #Metoo  હેઠળ સાજિદ ખાન પર કેટલીય મોડેલ અને અભિનેત્રીઓએ ગંભીર આરોપો લગાવ્યા હતા. ત્યારથી જ સાજિદ ખાન વિવાદોનો સામનો કરી રહ્યો છે અને ઘણી ફિલ્મો તેને ગુમાવવી પડી છે.

છેલ્લા ત્રણ વર્ષથી કોઇપણ પ્રોજેક્ટ સાથે સાજિદ ખાનનું નામ નથી જોડાયું, પણ હાલમાં બિગ બોસની નવી સીઝનના કન્ટેસ્ટંટ તરીકે સાજિદ ખાનના નામની જાહેરાત થઈ છે. સાજિદ ખાનની એન્ટ્રીથી લોકો રોષે ભરાયા છે.

યુઝર્સે વિરોધમાં ટ્વિટ કરી છે કે, શોના નિર્માતા મીટુ જેવા ગંભીર આરોપોને કેવી રીતે નજરઅંદાજ કરી શકે! તો ગાયિકા સોના મોહપાત્રાએ તો અનુ મલિક અને કૈલાસ ખેરને પણ આડે હાથ લેતાં લખ્યું છે કે, ‘આ સાજિદ ખાન છે, જે એક રિયલિટી શોમાં જોવા મળી રહ્યાં છે. અનુ મલિક અને કૈલાસ ખેર પણ મ્યુઝિક રિયલિટી શો જજ કરી રહ્યાં છે. આ બધા સામે મહિલાઓએ #Metooનો આરોપ લગાવ્યો હતો.’

Also Read

Related posts

આ ખાસ હેતુ માટે હજારો લોકો નેકેડ અવસ્થામાં પહોંચ્યા સિડનીના બીચ પર, જુઓ વીડિયો

Padma Patel

ડિસેમ્બરમાં ગ્રહોના પરિવર્તનથી આ 4 રાશિના લોકોને સૌથી વધુ ફાયદો થશે

Kaushal Pancholi

‘રઘુરાજે મારી સાથે વિશ્વાસઘાત કર્યો, ઈલાજ કરાવવા જાઉં છું કહી ભાજપમાં જોડાઈ ગયા’: શિવપાલ

Kaushal Pancholi
GSTV