જૂનાગઢમાં શિવરાત્રીના મેળાને મીની કુંભ બનાવવા મળેલી ગ્રાન્ટને લઈ વિવાદ

રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢમાં યોજાતા શિવરાત્રીનાં મેળાને આ વર્ષથી મીની કુંભ તરીકે ઉજવવાની અને તે માટે રૂપિયા ૧૫ કરોડની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી. તે પેટે છ કરોડ ૩૬ લાખ રૂપિયા જૂનાગઢ મહાનગરપાલિકાની ફાળવેલ છે. પરંતુ તે નાણામાંથી મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા મીની કુંભના આયોજનને બદલે રૂટીન કરવાના કામોનું આયોજન થતા વિવાદ છેડાયો છે

આગામી માર્ચ માસમાં ભવનાથ ક્ષેત્રમાં મહાશિવરાત્રીનો મેળો યોજાશે જેના માટે વિવિધ કામ કરવા રાજ્ય સરકારે જૂનાગઢ મહાનગરપાલિકાને રૂ.6.36 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. પરંતુ મહાનગરપાલિકા દ્વારા મીની કુંભ શિવરાત્રી મેળા ને લગતા આયોજનને બદલે રૂટિનમાં રોડ રસ્તા, એલઇડી સ્ટ્રીટ લાઈટ, સીસીટીવી કેમેરા, એલઇડી સ્ક્રીન મૂકવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter