GSTV

આશ્રમ 2નું ટીઝર આવતાની સાથે જ પ્રકાશ જ્હા વિવાદોમાં ઘેરાયા, ધરપકડ કરવાની પણ માગણી

બોલિવૂડ ડિરેક્ટર પ્રકાશ જ્હાની એમએક્સ પ્લેયર પરની વેબ સિરીઝ ‘આશ્રમ’ની પહેલી સિઝને ધૂમ મચાવી હતી. હવે બીજી સિઝન પણ આવી રહી છે. તેનું ટીઝર શુક્રવારે લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ આ ટીઝર રિલીઝ થતાંની સાથે જ પ્રકાશ જ્હા ફરી એક વાર વિવાદોમાં ફસાયા છે. સોશિયલ મીડિયા પ્લેટફોમ્સ પર પ્રકાશ જ્હાની ધરપકડ કરવાની માગણી વધી રહી છે.


લોકોના સતત ટવિટસ આવી રહ્યા છે જેમાં તેઓ માગ કરી રહ્યા છે કે પ્રકાશ જહાની આશ્રમ વેબ સિરીઝ પર પ્રતિબંધ મુકવામાં આવે. યુઝર્સનું કહેવું છે કે વેબ સિરીઝથી હિન્દુ ધર્મને બદનામમાં કરવામાં આવી રહ્યો છે. તો બીજું ઘણા લોકો માને છે કે આવા કન્ટેન્ટથી હિન્દુ ધર્મ વિષે ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જેને અટકાવવો જોઈએ.


આ વેબ સિરીઝની પ્રથમ સિઝન આવ્યા બાદ બોબી દેઓલના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ખૂબ જ ટૂંક સમયમાં ‘આશ્રમ’ ની બીજી સિઝન પણ રિલીઝ થશે. બીજી સિઝનનું ટીઝર પણ રિલિઝ થઇ ચૂક્યું બહાર આવ્યું છે, જેમાં કાશીપુર કે બાબા નિરાલાનું બોબી દેઓલનું રૂપ એકદમ ધમાકેદાર લાગી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે બીજી સિઝન પ્રથમ સિઝન કરતા વધુ ધમાકેદાર બનશે. 11મી નવેમ્બર 2020થી બીજી સિઝન એમએક્સ પ્લેયર પર વિના મૂલ્યે સ્ટ્રીમ થશે.

READ ALSO

Related posts

કોરોના સંક્રમણ અટકાવવા નવી ટેક્નિક, airport પર ભીડ વધતા જ વાગવા લાગશે અલાર્મ

Mansi Patel

આ કારણે કપિલ શર્માથી ક્યારેય નારાજ ના હોઈ શકે સુનીલ ગ્રોવર, કોમેડી કિંગ અંગે કહ્યું કે- ‘કપ્પુ એવો માણસ છે કે…’

Ali Asgar Devjani

ઘરેલૂ ઉપાય/ નખની આજૂબાજૂમાં ઉખડતી ચામડીથી હવે પરેશાન થવાની જરૂર નથી, આવી રીતે મળશે રાહત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!