કેન્દ્ર સરકારે સીનિયર એડવોકેટ સૌરભ કૃપાલને દિલ્હી હાઈકોર્ટના જજ નિમવાની ભલામણ પાછી મોકલતાં વિવાદ થઈ ગયો છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમને સૌરભ કૃપાલના નામ અંગે ફેરવિચારણા કરવા કહ્યું છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક માટે મોકલવામાં આવેલા 20 જેટલાં નામો પણ કોલેજિયમને પાછાં મોકલી દીધાં છે.

કેન્દ્ર સરકારે સૌરભ કૃપાલની ફાઈલ પાછી મોકલવા માટે વિદેશી કનેક્શનને કારણભૂત ગણાવ્યનું હોવાના અહેવાલ છે. કૃપાલના પાર્ટનર હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ નિકોલસ જર્મેન બાકમેન સ્વિટ્ઝર્લેન્ડના હોવાથી દેશની સુરક્ષા માટે ખતરો હોવાનું કારણ અપાયું છે. બીજી તરફ સજાતિય સંબંધોના તરફદારોનો મત છે કે, સજાતિય સંબંધોના કારણે સરકાર તેમને જજ તરીકે નથી ઈચ્છતી.
ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ બી.એન. કૃપાલના પુત્ર સૌરભ કૃપાલની કલમ 377 નાબૂદ કરવાનો કેસ લડ્યા બાદ ચર્ચામાં આવ્યા હતા. સપ્ટેમ્બર 2018 માં સુપ્રીમ કોર્ટે સમલૈંગિકતાને ગેરકાયદેસર જાહેર કરતી કલમ 377 નાબૂદ કરીને ચુકાદો આપેલો કે, સમલૈંગિક સંબંધો ગુનો નથી. સંમતિથી બંધાતા સમલૈંગિક જાતીય સંબંધ ગેરકાયદેસર ના ગણાય.
READ ALSO
- પુરુષોની આ સામાન્ય આદતથી આવી શકે છે ગંભીર પરિણામ, જાણો આ કઈ છે આ આદત
- અપૂરતી ઊંઘની સમસ્યા સામે અસરકારક સાબિત થઈ શકે છે ચેરીનું જ્યુસ, જાણો તેના ફાયદા
- અનોખો કિસ્સો: પોપટે એવુ કારનામુ કર્યુ કે માલિકને થઈ ગઈ જેલ
- સરકારે રાતોરાત જંત્રીના ભાવ વધારી દેતા બિલ્ડરો મૂંઝવણમાં મુકાયા, સરકાર સમક્ષ કરી આ માંગ
- IPL 2023 પહેલા ધોની અને ક્રિસ ગેલ વચ્ચે મુલાકાત થઈ, શેર કરી તસવીર