GSTV
India News

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના નામ પર વકર્યો વિવાદ, એવુ તો શું નામ રખાયુ કે પોલીસે કરવી પડી નેતાઓની અટકાયત

મુંબઈના મલાડમાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામ ટીપુ સુલતાનના નામ પર રાખવાને લઈને ભારે વિવાદ શરૂ થઇ ગયો છે. ભાજપના બજરંગ દળ અને અન્ય સંગઠનોએ આ મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા પોલીસે બજરંગ દળના કેટલાક કાર્યકરોની અટકાયત પણ કરી છે.

મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન અને કોંગ્રેસના નેતા અસલમ શેખે મુસ્લિમ બહુમતી ધરાવતા માલવાણી વિસ્તારમાં આવેલા સ્પોર્ટ કોમ્પ્લેક્સનું નામ ટીપુ સુલતાનના નામ પર રાખતા સમગ્ર વિવાદ શરૂ થયો હતો.

આ મુદ્દે અસલમ શેખે કહ્યું કે છેલ્લા 15 વર્ષથી આ પાર્કનું નામ ટીપુ સુલતાન પર રાખવામાં આવ્યું છે. પરંતુ, આજ સુધી કોઈએ તેની સામે વાંધો ઉઠાવ્યો નહોતો. વિપક્ષના નેતાએ સંકુલનું નામ ટીપુ સુલતાન રાખવા સામે વાંધો ઉઠાવ્યો છે. ત્યારે મારો પ્રશ્ન એ છે કે શું તેઓ તેમની પાર્ટીના ધારાસભ્ય અને કાઉન્સિલરને રાજીનામું આપવા માટે કહેશે જેમણે સૌપ્રથમ આ પ્રસ્તાવ મૂક્યો હતો?

Read Also

Related posts

મધ્યપ્રદેશના નાણામંત્રી જગદીશ દેવડાને મળી ડે. સીએમની જવાબદારી, 6 વખતના ધારાસભ્યની આવી છે રાજકિય સફર

HARSHAD PATEL

કોંગ્રેસ સરકારે કરેલું દેવું ભાજપ સરકારે ચૂકવવું પડ્યું, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રીએ કર્યો ખુલાસો

Nelson Parmar

જાણો કોણ છે મોહન યાદવ, જે બનશે મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી

Rajat Sultan
GSTV