GSTV
ANDAR NI VAT

પંજાબ કોંગ્રેસમાં ફરી ઘમાસાણ : વોરિંગ વર્સીસ જાખડ વચ્ચે બબાલ શરૂ

થોડા સમયની શાંતિ પછી પંજાબ કોંગ્રેસમાં ફરી ઘમાસાણ શરૂ થયું છે. પંજાબ કોંગ્રેસ પ્રમુખ અમરિન્દરસિંહ રાજા વોરિંગે અબોહરના ધારાસભ્ય સંદીપ જાખડને કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનો પડકાર ફેંક્યો હતો. તેની સામે જાખડે વળતો પડકાર ફેંક્યો છે..

પંજાબ કોંગ્રેસમાં ઘમાસાણ છે. હાલમાં વોરિંગ વર્સીસ જાખડ જેવી સ્થિતી છે. જાખડે કહ્યું કે, વોરિંગને મારાથી ડર લાગતો હોય તો મને પક્ષમાંથી કાઢી મૂકી શકે છે. જાખડે વોરિંગે જાહેરમાં પોતાની સામે કાઢેલા બળાપાને અપરપિક્વ ગણાવીને કહ્યું છે કે હું મારા મતવિસ્તારનાં લોકોના ભલા માટે કામ કરવાનું ચાલુ રાખીશ.

સંદીપ જાખડના કાકા સુનિલ જાખડ પંજાબ પ્રદેશ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ છે. થોડા સમય પહેલાં જાખડ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે તેના કારણે સંદીપની કોંગ્રેસ તરફની વફાદારીને શંકાની નજરે જોવામાં આવી રહી છે. વોરિંગ થોડા સમય પહેલાં યોજાયેલી સંગરૂર લોકસભા બેઠકની પેટાચૂંટણી વખતે પણ કહેલું કે સંદીપ જાખડે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવું જોઈએ.

તિરંગા યાત્રા દરમિયાન વોરિંગે ફરી કહ્યું કે સંદીપને લાગતું હોય કે અબોહરની પ્રજા તેને ફરી મત આપશે તો તેણે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને અપક્ષ તરીકે ફરી ચૂંટણી લડીને જીતી બતાવવું જોઈએ.

READ ALSO

Related posts

જનનાયક જયપ્રકાશ નારાયણનું નામ વટાવી ખાવા માટે ભાજપ અને જેડીયુમાં હોડ જામી

HARSHAD PATEL

ભારત સાથેના સંબંધો વણસતાં અમેરિકાએ ફરીથી પાકિસ્તાનને છાવરવાનું શરૂ કર્યું

HARSHAD PATEL

આ રહ્યા અશોક ગેહલોતના ભાજપ કનેકશનના પુરાવા

Hemal Vegda
GSTV