GSTV
Ahmedabad ગુજરાત

વિવાદ / દિલ્હી અને અમદાવાદના વેજલપુર બાદ આપનો વધુ એક વિડિયો વાયરલ, દારૂ મામલે દિગ્ગજ નેતાનો બેફામ વાણી વિલાસ

આપના નેતાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. ગીર સોમનાથના આપના દિગ્ગજ નેતા જગમલ વાળાનો દારૂ મામલે બેફામ વાણી વિલાસ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ચૂંટણી પ્રચારમાં જ આપના ઉમેદવાર દારૂ પીવાનો પરવાનો આપી રહ્યા છે. દિલ્હીની લીકર પોલીસી અને વેજલપુરના ઉમેદવાર કલ્પેશ પટેલના વિવાદ બાદ નવો વિવાદ સામે આવ્યો છે. જગમલ વાળાએ કહ્યું હતું કે જેટલો દારૂ પીવાય એટલે પીવો. દુનિયાભરના દેશોમાં દારૂ પીવાય છે. મોટા ડોકટરો અને આઇપીએસ,,આઇએએસ અધિકારીઓ પણ દારૂ પીવે છે.

ભારતમાં પણ ગુજરાત સિવાય બધા રાજ્યોમાં દારૂની છૂટ છે. વિશ્વના 196 દેશોમાં દારૂ પીવાય છે. જગમલ વાળાએ કહ્યું હતું કે ગુજરાત સિવાય દેશ ભરમાં દારૂની છુટ છે એટલે સાબિત થાય છે કે દારૂ ખરાબ નથી. દિલ્હી સહિત અમદાવાદના વેજલપુર બાદ આપનો વધુ એક વિડિયો વાયરલ થયો છે. ગાંધીના ગુજરાતમાં દારૂ મામલે આપના દિગ્ગજ નેતાનો બેફામ વાણી વિલાસ કરી રહ્યાં છે.

Related posts

VIDEO: રાજકોટમાં નબીરાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, કારની સીટના બદલે દરવાજા પર બેસીને સીન-સપાટા કરતો મળ્યો જોવા

pratikshah

રાજ્યની સ્કૂલો-કોલેજોમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, બીજા સત્રમાં ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવશે

pratikshah

સુરત/ એથર કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં સાત લોકોના મોત, 5થી વધુ દર્દીઓની હાલત ગંભીર

pratikshah
GSTV