GSTV

ધનતરેસનાં દિવસે સોનાની જગ્યાએ તલવાર ખરીદો, ભાજપ નેતાનું વિવાદાસ્પદ નિવેદન

હિન્દુ મહાસભાના નેતા કમલેશ તિવારીની ક્ટ્ટરવાદીઓ દ્વારા કરાયેલી હત્યા બાદ યુપીમાં કોમી તનાવ છે ત્યારે ભાજપના નેતા ગજરાજ રાણાએ વિવાદીત નિવેદન આપતા કહ્યુ છે કે, હિન્દુઓએ ધનતેરસના દિવસે સોનુ નહી પણ તલવાર ખરીદવાની જરુર છે.

ગજરાજ રાણા દેવબંધ શહેરમાં ભાજપના અધ્યક્ષ છે. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યુ હતુ કે, અયોધ્યા મામલે બહુ જલ્દી સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવશે.અમને આશા છે કે, આ ચુકાદો રામ મંદિરના પક્ષમાં હશે. તેનાથી માહોલ બગડી શકે છે. આથી સોનુ ખરીદવાની જગ્યાએ તલવારો ખરીદવી વધારે યોગ્ય રહેશે. જરૂરિયાતના સમયે તલવારો રક્ષા કરવા માટે કામમાં આવશે.

રાણાએ કહ્યુ હતુ કે, કોઈ પણ સમુદાય કે ધર્મ સામે હું એક શબ્દ બોલ્યો નથી. હિન્દુઓ એમ પણ હથિયારોની પૂજા કરવાનો રિવાજ ધરાવે છે. દેવી દેવતાઓએ પણ પરિસ્થિતિ પ્રમાણે શસ્ત્રોનો ઉપયોગ કર્યો છે. એટલે મારા નિવેદનનો બીજો કોઈ અર્થ કાઢવામાં આવે નહી. બીજી તરફ ભાજે રાણાના નિવેદનને અંગત વિચારો કહીને હાથ ખંખેરી નાંખ્યા છે.

READ ALSO

Related posts

ભાજપ શાસિત વધુ એક રાજ્યમાં સરકાર ખેડૂતોના રોષનો ભોગ બની, પાવર સબ સ્ટેશનને જ લગાવી દીધી આગ

Mayur

‘ગંભીરે’ રાજનીતિને ‘ગંભીર’ રીતે ન લેતા દિલ્હીમાં લાગ્યા પોસ્ટર, ‘શું તમે આ વ્યક્તિને જોયો છે ?’

Bansari

જામનગરમાં પ્રોફેસરની કાર પર ભડાકા કરનારાઓને પોલીસે ઝડપી પાડ્યા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!