GSTV
India News Trending

મહારાષ્ટ્ર / શિવસેનાના ફાયરબ્રાન્ડ નેતાનું વિવાદાસ્પાદ નિવેદન, 40 લોકો માત્ર જીવતી લાશો

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતે બળવાખોર ધારાસભ્યો પર નિશાન સાધતા વિવાદિત નિવેદન આપ્યું છે.. તેમણે કહ્યું છે કે જે 40 લોકો ત્યાં છે તેઓ માત્ર જીવતી લાશો છે.

સંજય રાઉતે કહ્યું કે જ્યારે આ લોકો બહાર આવશે ત્યારે તેઓ દિલથી જીવતા નહીં હોય. તેમના શરીર જ માત્ર પરત આવશે. તેમની આત્મા મરી ચુકી હશે.. પોસ્ટમોર્ટમ માટે તેમના દેહને વિધાનસભામાં મોકલવામાં આવશે..

નોંધનીય છે કે, આ રાજકીય ઘમાસાણ વચ્ચે ગૃહ મંત્રાલયે શિવસેનાના 15 બળવાખોર ધારાસભ્યોની સુરક્ષા વધારી દીધી છે. 15 ધારાસભ્યોને ‘Y+’ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે.

READ ALSO

Related posts

સિધ્ધાંતો કે આગે ઝૂકનેકા નહીં / ‘પુષ્પા’ ફેઈમ અલ્લુ અર્જુને 10 કરોડની ઓફર ફગાવી

Hardik Hingu

મોદીના ફરમાન પછી સંઘે તિરંગો અપનાવ્યો, કચવાટ થતાં ઈતિહાસ બદલાયો

GSTV Web Desk

મેડિકલ-એન્જીનિયરિંગ માટે એક જ એન્ટ્રન્સ ટેસ્ટ, મોદી સરકાર કરી રહી છે મોટા ફેરફારો

Hardik Hingu
GSTV