GSTV

રૂપાણી સરકારમાં આવા છે અધિકારીઓ, મદદનીશ કમિશ્નરે રેડ કરી એજન્સીને લખ્યો પત્ર અમે મીડિયાને નથી આપી કોઈ જાણકારી

અમદાવાદના ખોરાક અને ઔષધ નિયમનના મદદનીશ કમિશનરનો વિવાદાસ્પદ પત્ર સામે આવ્યો છે. મદદનીશ કમિશનર ડો.જે.એ પટેલે જ્યાં રેડ કરી તે મેડિકલ એજન્સી નેજ પત્ર લખી માહિતી આપી હતી કે અમે મીડિયાને કોઈ જાણ કરી નથી. 12 ફેબ્રુઆરીએ ખોરાક અને ઔષધ નિયમન દ્વારા તપાસ કરવામાં આવી હતી. બાપુનગર ઇન્ડિયા કોલોની રોડ પર આવેલી જયપ્રભુ મેડિકલ એજન્સીમાં તપાસ કરી હતી.

શું મદદનિશ કમિશનર ડૉ..જે.એ.પટેલ મેડિકલ એજન્સીમાં દબાણમાં છે

મદદનીશ કમિશનરએ પત્ર લખી જાણ કરતા અનેક સવાલો ઊભા થયા છે. તો અહી સવાલ એ છે કે, શું ડો.જે.એ.પટેલ જય પ્રભુ મેડિકલ એજન્સીને બચાવવા માગે છે. કેમ ડો. જે.એ.પટેલ મીડિયાને કોઈ માહિતી ન આપી હોવાની વાત કરે છે. શું મદદનિશ કમિશનર ડૉ..જે.એ.પટેલ મેડિકલ એજન્સીમાં દબાણમાં છે તેવા સવાલો ઉઠી રહ્યાં છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં ધાબા પર એકઠા થયેલાં શખ્સો સામે ગુનો દાખલ

Karan

વિશ્વના સર્વશ્રેષ્ઠ સ્કવોશ ખેલાડીને કોરોના ભરખી ગયો, 4 વાર જીત્યો હતો બ્રિટીશ ઓપન ખિતાબ

pratik shah

અમદાવાદના વસ્ત્રાપુરમાં ઓટલા પરિષદ કરી ગપ્પા મારતી મહિલાઓ સામે નોંધાયો ગુનો

Karan
Do NOT follow this link or you will be banned from the site!