GSTV
Home » News » અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીનું વિવાદાસ્પદ નિવેદન, જો હું ભારતમાં વસવાટ કરતો હોત તો આ પારોતોષિક…

અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીનું વિવાદાસ્પદ નિવેદન, જો હું ભારતમાં વસવાટ કરતો હોત તો આ પારોતોષિક…

નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીનું કહેવું છે કે જો તેઓ ભારતમાં વસવાટ કરતા હોત તો નોબલ પુરસ્કાર જીતવામાં સક્ષમ ના હોત. તેમણે વધુમાં જણાવ્યું કે એવું નથઈ કે ભારતમાં પ્રતિભાની કમી છે. પરંતુ અહિંયા ખાસ પ્રકારની પ્રણાલીની જરૂરિયાત છે. તેમણે આ વાતો જયપુર લિટરેચર ફેસ્ટીવલમાં જણાવી હતી. તેમણે જણાવ્યું કે MIT (Massachusetts Institute of Technology)માં અર્થશાસ્ત્રમાં પીએચડી કરવાવાળી ઘણા વિદ્યાર્થીઓ છે. મને ઘણા કાર્ય કરવાનું શ્રેય મળ્યું છે. પરંતુ તે અન્ય દ્ધારા કરવામાં આવ્યું છે. કોઈપણ એક વ્યક્તિ માટે પ્રાપ્ત કરવાનું શક્ય નથી.

ભારતને એક સારી વિપક્ષ પાર્ટીની જરૂર

દેશની રાજકીય સ્થિતી પર અભિજીત બેનર્જીએ જણાવ્યું

દેશની રાજકીય સ્થિતી પર અભિજીત બેનર્જીએ જણાવ્યું કે ભારતને એક સારી વિપક્ષી પાર્ટીની જરૂરીયાત છે. સત્તાધારી પાર્ટીને પણ સારા વિપક્ષની જરૂર હોય છે.

અભિજીત બેનર્જીએ અત્યારની સુસ્ત અર્થવ્યવસ્થા પર જણાવ્યું કે હાલમાં એવું લાગતું નથી કે આપણે આ સમસ્યાથી બહાર જલ્દી બહાર નિકળઈ શકીશું. જેમાં હજી પણ સમય છે. અર્થવ્યવસ્થામાં સુધાર માટે ધીરે ધીરે ઘણી વસ્તુઓ પર કાર્ય કરવાની ખાસ જરૂર છે.

JNUથી ભણતર પૂર્ણ કર્યું

મુંબઈમાં જન્મેલા અભિજીત બેનર્જીએ કોલકાતા યૂનિવર્સીટી અને જવાહરલાલ નેહરુ વિશ્વવિધાલયમાંથી ભણતર પૂર્ણ કર્યું છે. તેમણે હાર્વડ યૂનિવર્સીટીથી પીએચડી ની ડિગ્રી પ્રાપ્ત કરી અને MITમાં પ્રોફેસર રહ્યા હતા. ગયા વર્ષનાં ઓક્ટોબરમાં પ્રોફેસર અભિજીત બેનર્જી, પત્ની એસ્તર ડફ્લો અને માઈકલ ક્રેમરને સંયુક્ત રૂપે અર્થશાસ્ત્રીનાં નોબેલ પારિતોષિક દ્રારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ત્રણેય અર્થશાસ્ત્રીઓએ વૈશ્વિક ગરીબીને પૂર્ણ કરવાનો તેમનો પ્રયોગાત્મક દ્રષ્ટીકોણ માટે નોબલ પારોતોષિક એનાયત કરવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

વડાપ્રધાન મોદીની આ મહત્વની યોજના પર સાંસદોએ પાણી ફેરવી નાખ્યું

Pravin Makwana

CAA ના વિરોધ વચ્ચે ભારતમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓની સંખ્યાને લઈને વિવાદ

Nilesh Jethva

અચાનક PGમાં આગ ભભૂકી, ત્રણ યુવતીઓ થઈ ભડથું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!