GSTV

જીપીએસસીના વિવાદાસ્પદ પરિપત્રને લઇને હાઇકોર્ટ બુધવારે આપી શકે છે ચુકાદો, 93 ટકા પોસ્ટની ભરતી છે અટકેલી

જીપીએસસીના 1-8-18ના વિવાદાસ્પદ પરિપત્રને લઇને હાઇકોર્ટમાં સુનાવણી પૂર્ણ થઇ છે. હાઇકોર્ટ હવે આવતીકાલે ચૂકાદો આપી શકે છે. મહત્વપૂર્ણ છે કે પરિપત્રનો યોગ્ય નિકાલ કરવા જીપીએસસીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ પરિપત્રના કારણે હાલમાં જીપીએસસીની 93 ટકા પોસ્ટની ભરતી અટકેલી છે. 97 ટકા કેન્ડિડેટના પરિણામ આ વિવાદાસ્પદ પરિપત્રને કારણે અટકી પડ્યા છે.

જેમાં કુલ 3667 પોસ્ટ પૈકી 3395 પોસ્ટના પરિણામો પેન્ડીંગ છે. જેમાં વિદ્યાર્થીઓની સંખ્યાની દ્રષ્ટીએ વાત કરીએ તો 1.71 લાખ પરીક્ષાર્થીઓ પૈકી 1.66 લાખ પરીક્ષાર્થીઓ પરિણામોની રાહ જોઈ રહ્યાં છે. આ વિવાદાસ્પદ પરિપત્રને કારણે જીપીએસસી છેલ્લાં 6 મહિનાથી એક પણ પરિણામ જાહેર નથી કરી શકી. ત્યારે હાલ તો હાઇકોર્ટે આ મામલે ચુકાદો અનામત રાખ્યો છે. જે ચૂકાદો આવતીકાલે જાહેર કરવામા આવી શકે છે.

READ ALSO

Related posts

BIG NEWS/ સુરતના ONGC પ્લાન્ટમાં મધ્યરાત્રીએ લાગી ભિષણ આગ, 10થી 12 ફાયર ફાઈટર ઘટનાસ્થળએ હાજર

pratik shah

VIDEO: કારના ટાયરમાં ફસાયેલા અજગરને મહામહેનતે બચાવ્યો, જુઓ આ વીડિયો

Pravin Makwana

કોરોના વાયરસાના કારણે દુનિયામાં 50 કરોડ લોકો થયા બેરોજગારઃ ILO રીપોર્ટમાં થયો ખુલાસો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!