GSTV

ચક્રવાત/ તાઉ-તે વાવાઝોડાને પગલે ગુજરાતના મહાનગરોમાં કંટ્રોલ રૂમ કાર્યરત, જાહેર કરાયા આ ઈમરજન્સી ટેલીફોન નંબરો

વાવાઝોડા

Last Updated on May 17, 2021 by Bansari

તાઉ-તે વાવાઝોડાને પગલે અમદાવાદના રિવર ફ્રન્ટ હાઉસમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. ઓક્સિજનની કામગીરી કરનારા અધિકારીઓને હાલ વાવાઝોડાની પણ કામગીરી સોંપાઇ છે. સેન્ટ્રલ ગર્વમેટ તરફથી વાવઝોડાને લગતી માહિતીને શહેરમાં ઝોન વાઇઝ મોકલવા કવાયત શરૂ કરાઇ છે.

વડોદરામાં તંત્ર એલર્ટ મોડ પર

તાઉ તે વાવાઝોડાને લઈને વડોદરામાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે,કલેક્ટર દ્વારા ખાસ કંટ્રોલરૂમ ઉભા કરવામાં આવ્યા છે, વડોદરા જિલ્લા કલેકટરએ વડોદરા એરપોર્ટ ડાયરેકટૅર સાથે બેઠક કરીને એરપોર્ટ પર સાવચેતીના તમામ પગલા લેવાય તે માટે સુચના આપી હતી.

ઉપરાંત પવનની તીવ્ર ગતીના કારણે કોઇ પણ પ્રકારની અનિચ્છ્નિય બનાવ ન બને તે માટે વડોદરા એરપોર્ટ પર રેસ્ક્યુ તથા રીલિફ સિવાયની તમામ કામગીરી હાલ પુરતી સ્થગિત કરવામા આવી છે .કલેક્ટરે અધિકારીઓ સાથે બેઠક યોજી ઈમરજન્સી ટેલીફોન નંબરો જાહેર કરવામાં આવ્યા છે,તંત્ર 24 કલાક સજ્જ હોવાનું કહેવામાં આવ્યું છે,

સુરતમાં તમામ સ્થળો પર 24 કલાક માટે કંટ્રોલ રૂમ શરૂ

તાઉ-તે વાવાઝોડાને લઈને સુરતમાં વહીવટી તંત્ર સજ્જ છે.અને તમામ સ્થળો પર 24 કલાક માટે કંટ્રોલ રૂમ શરૂ કરી દેવાયો છે.કોઈ દુર્ઘટના ન થાય તે માટે અધિકારોએ સ્થળ નિરિક્ષણની કામગીરી શરૂ કરવામાં આવી છે. પાલિકા કમિશનર, રાજ્ય સરકારના સ્પેશિયલ ઓફિસર અને મેયર સુવાલી બીચની મુલાકાત લીધી હતી. લોકો બિન જરૂરી કાંઠા વિસ્તારમાં ન જાય તે માટે પોલીસ બાઝનજર રાખી રહી છે.દરિયા કાંઠાના વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યુ છે.500થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.39 જેટલા શેલ્ટર હોમની વ્યવસ્થા કરવામાં આવે છે.300થી વધુ વૃક્ષોનુ ટ્રીમિંગ કરાયુ છે.

Read Also

Related posts

SBIના ગ્રાહકો માટે એલર્ટ/ ATM ફ્રોડથી બચવું છે તે OTP દ્વારા પૈસા ઉપાડો, ફ્રોડનો શિકાર થતાં બચી જશો, કોઈ આપના રૂપિયાને હાથ લગાવી શકશે નહીં

Pravin Makwana

વાહ/ School Bagએ મચાવી ધમાલ ! હવે માતા પિતા કરી શકશે બાળકની જાસૂસી, જાણો કેવી રીતે

Damini Patel

વેક્સિન ન લેનારાઓની ખૈર નથી! આજથી આ જગ્યાઓ પર નહીં મળે એન્ટ્રી, સરકારે અપનાવ્યું કડક વલણ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!