GSTV

વધુ પડતું WhatsApp જોવાથી આંખોમાં થઈ રહી છે પરેશાની, તો આ રીતે બદલો ફોન્ટ સાઈઝ થશે ફાયદો

વર્તમાન સમયમાં ફેમિલી, ફ્રેન્ડ્સ અને પ્રોફેશનલ્સની સાથે વાતચીત કરવા અથવા ચેટ કરવાની સૌથી પસંદીદા પ્લેટફોર્મ WhatsApp છે. કોઈને વિશ કરવાના હોય, મીડિયા ફાઈળ શેર કરવાની હોય અથવા કોઈ ડૉક્યૂમેન્ટ્સ સેન્ડ કરવાના હોય WhatsApp નો વપરાશ કરે છે, પરંતુ શું તમને ખબર છે કે, જો તમારા WhatsApp ની ફોન્ટ સાઈઝ સાચી નથી અને તમે લાંબા સમય સુધી WhatsApp વપરાશ કરો છો તો તમારી આંખોમાં પરેશાની થઈ શકે છે. જો તમારી આઈસાઈટ નબળી છે તો પણ તમારે વધારે મોડે સુધી નાના ફોન્ટ સાઈઝ જોવામાં પરેશાની થઈ શકે છે, પરંતુ તમારે પરેશાન થવાની જરૂરિયાત નથી. આજે અમમે તમને એવી ટિપ્સ જણાવીશુ જેનાથી તમે પોતાના Whatspp ની ફોન્ટ સાઈઝ અને ટાઈપ બંનેને બદલી શકો છો. તમે ઈચ્છો તો ફોન્ટ સાઈઝ સ્મોલ, મીડિયમ અથવા લાર્જ કરી શકે છે. તે સિવાય તમે ટેક્સ્ટને બોલ્ડ અથવા ઈટાલિક બનાવી શકો છો. તો આવો જાણીએ શું છે સીક્રેટ ટિપ્સ…

  • સૌપ્રથમ પહેલા પોતાનું Whatspp ઓપન કરો.
  • હવે રાઈટ સાઈડમાં બનેલ ત્રણ ડોટ્સ પર ક્લિક કરો.
  • હવે સેટિંગ્સમાં જઈ ચેટ અને બાદમાં ફોન્ટ સાઈઝ પર ક્લિક કરો.
  • હવે તમે સ્મોલ, મીડિયમ અથવા લાર્ઝ કોઈપણ ઓપ્શન પસંદ કરી શકો છો.

જો તમે WhatsApp માં એક જ ફોન્ટ જોઈને બોર થઈ ગયા છો તો તમે મેસેજ મોકલતા સમયે ફોન્ટ બદલી શકો છો તમે ટેક્સ્ટ મેસેજને બોલ્ડ અથવા ઈટાલિકમાં પણ મોકલી શકો છો.

  • ઈટેલિક ફઓન્ટ- જ્યારે તમે ઈટેલિક ફોન્ટમાં કોઈ મેસેજ મોકલવાના છો તો તમારે ટેક્સ્ટની બંને તરફ Hello આ ચિન્હ લગાવવાનું રહેશે.
  • બોલ્ડ ફોન્ટ- જો તમારે મેસેજમાં બોલ્ડ ફોન્ટ સાઈઝનો વપરાશ કરવાનો છે તો તમારે ટેક્સ્ટના બંને તરફ Hello એ ચિન્હ લગાવવાનું રહેશે.
  • સ્ટ્રાઈકથ્રૂ- જો તમારે સ્ટ્રાઈક થ્રૂ ફોન્ટનો વપરાશ કરવાનો છે તો તમારે ~Hello~ આ પ્રકારે ચિન્હનો વપરાશ કરવાનો રહેશે.
  • મોનોસ્પેસ- જો તમારે મોનોસ્પેસ ફોન્ટમાં મેસેજ લખવાનો છે તો તમારે ટેક્સ્ટની બંને તરફ અને ત્રણ બેરટિક લગાવવાનારહેશે. જેમ કે,Hello

READ ALSO

Related posts

જૂના રિવાજો સાથે આધુનિક ટેક્નોલોજીનો સુમેળ/ લગ્નનું લાઇવ સ્ટ્રીમિંગ કરવાનો ટ્રેન્ડ, કંકોત્રીમાં જ લિંક અને પાસવર્ડ, ભોજનની હોમ ડિલિવરી

Bansari

ગંદી બાત 2 ફેઇમ અન્વેષી જૈનનો કિલર લૂક, ફોટો જોઈ નજર નહી હટાવી શકે ફેન્સ

Ankita Trada

જેલમાં બેઠાબેઠા પણ લાલુ યાદવ તેજસ્વીને સીએમ બનાવવા થયા સક્રિય, આ નેતાઓને કર્યા ફોન

Karan
Do NOT follow this link or you will be banned from the site!