વિશ્વભરમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે દુનિયાભરની ટેકનોલોજી કંપનીઓ તેના કર્મચારીઓને નોકરી ઉપરથી છૂટા કરી રહી છે. ગૂગલ આલ્ફાબેટ અને માઈક્રોસોફ્ટ જેવી મોટી કંપનીઓએ પણ તાજેતરમાં જ 10,000 કર્મચારીઓને છુટા કરવાની જાહેરાત કરી છે. ભારત સાથે વિશ્વભરમાં દરરોજ 3,000 થી વધુ કર્મચારીઓ નોકરી ગુમાવી રહ્યા છે ત્યારે ભારતના કર્મચારીઓ પર આ બાબતની કેવી અસર પડી રહી છે તે જોઈએ.

કોન્ટ્રાક્ટ ઉપર નોકરી કરનારા ભારતીય કર્મચારીઓને ગ્લોબલ મંદીનો સૌથી વધુ ફટકો પડશે એવું માનવામાં આવી રહ્યું છે. આઇટી સેક્ટરમાં મોટી કંપની વીપ્રોએ હાલમાં 400 થી વધુ લોકોને ફરજ પરથી મુક્ત કર્યા છે. આ ઉપરાંત મેડીબડી ડિજિટલ હેલ્થ કેર કંપનીએ પણ તેના કર્મચારીઓને મુક્ત કર્યા છે અને ઓલા તેમજ સુપોઝ કંપનીએ પણ તેના કર્મચારીઓને છૂટા કર્યા છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી ભારતમાં બેરોજગારીનો ડેટા રજૂ કર્યો છે જે અનુસાર ભારતમાં બેરોજગારીદર 2022 ના ડિસેમ્બર મહિનામાં વધીને 8.30 ટકા સુધી પહોંચી ગયો છે જે છેલ્લા 16 મહિનામાં સૌથી વધારે છે. ભારતીયોને પણ ખૂબ મોટો ઝટકો અને ફટકો પડી રહ્યો છે.
READ ALSO
- હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર
- જાણો તમારું આજનું 04 ફેબ્રુઆરી, 2023નું રાશિ ભવિષ્ય