સતત 17 મિનિટ સુધી ચાલ્યા હતા સેક્સી સીન, સિરીયલનાં કારણે TRPએ કર્યો હતો રેકોર્ડ બ્રેક

ટીવીમાં ‘કહાની ઘર ઘર કી’ અને ‘ બડે અચ્છે લગતે હે’ સિરિયલની અભિનેત્રી સાક્ષી તંવર 12 જાન્યુઆરીના રોજ તેનો જન્મદિવસ મનાવી રહી છે. સાક્ષીએ હજી સુધી લગ્ન નથી કર્યા અને પાછલા વર્ષે ઑક્ટોબરમાં તેણે 8 મહિનાની છોકરીને દતક લીધી હતી એનાં લીધે ચર્ચામાં હતી. સાક્ષી તંવરની ‘કહાની ઘર-ઘર કી’ સીરીયલ ખૂબ જ ફેમસ થઈ હતી. અને ત્યારથી લોકોએ તેમને પાર્વતી ભાભી તરીકે ઓળખવાનું શરૂ કર્યું.

સાક્ષી અભિનેતા રામ કપૂરને કિસિંગ સીન આપ્યા પછી વધુ ચર્ચામાં રહી ચૂકી છે. વર્ષ 2011ની શરૂઆતમાં પણ સાક્ષી તંવરને ઘણી લોકપ્રિયતા મળી. તેમાં તેના ઓપોજિટ અભિનેતા રામ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. સીરિયલમાં રામ કપૂરે એક બિઝનેશમેનની ભૂમિકા ભજવી હતી. તો સાક્ષીએ પ્રિયા શર્માની.

લોકપ્રિય હોવાના કારણે આ સીરીયલ સેક્સી સીનને લઈને પણ ચર્ચામાં રહી. એવું કહેવામાં આવે છે કે નિર્માતા એકતા કપૂરે ટીવી પર લાંબા સમય સુધી આ સીન શુટ કરાવ્યું હતું. રામ કપૂર અને સાક્ષી તંવર વચ્ચે લગભગ 17 મિનિટ સુધી સેક્સી સીન કરાવવામાં આવ્યું હતું. આ બંને અભિનેતાઓએ કિસિંગ સીનને થોડાક જ ક્વિકબેક્સમાં જ પતાવી દીધુ હતું. પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું કે આ સીન પછી બંને એકબીજા સાથે શરમાય રહ્યા હતા અને સામે જોઈ શકતા ન હતા.

સીરીયલમાં લિપ-લૉક સીન પછી વિવાદ થયો હતો. સાક્ષી અને રામુ વચ્ચેના સીન એટલી હદે ચર્ચામાં આવ્યા કે તેમના ફોટા અને વીડિયો કેટલાક મહિના સુધી વાયરલ થઈ રહ્યા હતા.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter