સોશિયલ મીડિયામાં Tweet કરવુ સુપ્રીમના વકીલને એવું ભારે પડ્યું કે સીધા….

સીબીઆઈના વિવાદ અંગે સોશિયલ મીડિયામાં ટ્વિટ કરતા સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણને સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી છે. પ્રશાંત ભુષણે સીબીઆઈ વિવાદ મામલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, એટોર્ની જનરલ વેણુગોપાલ જાણી જોઈને કોર્ટમાં પેડિંગ કેસ મામલે ખોટી જાણકારી આપી.

આ પ્રકારના ટ્વિટ બાદ સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભુષણને અવમાનનાની નોટિસ ફટકારી. જેથી આ મામલે કેન્દ્ર સરકારે પ્રશાંત ભૂષણ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. પ્રશાંત ભૂષણે ગત દિવસે કેટલાક ટ્વિટ કર્યા હતા. જેમા પ્રશાંત ભુષણે સીબીઆઈના વચગાળાના નિદેશક એમ. નાગેશ્વર રાવની નિયુક્તિ અંગે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter