GSTV
Home » News » પોલિયોની રસી પિવડાવાનું ટાળો : સરકારથી થઈ છે અા ભૂલ, બાળકને પોલિયો અાવશે

પોલિયોની રસી પિવડાવાનું ટાળો : સરકારથી થઈ છે અા ભૂલ, બાળકને પોલિયો અાવશે

ભારતમાં પોલિયોએ ફરીવાર માથુ ઊંચક્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પોલિયો વાયરસનો ખતરો ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં વધ્યો છે. ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં આવેલી એક મીડિકલ કંપનીએ બનાવેલી રસીમાં પોલિયાના વાયરસ મળી  આવ્યા છે. આ રસીનો ઉપયોગ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં કરવામાં આવ્યો છે. પોલિયોના વાયરસ વાળી રસીના કારણે બન્ને રાજ્યોમાં પોલિયોનું એલર્ટ આપવામાં આવ્યુ છે. રસીમાં પોલિયાના વાયરસ મળતા પોલીસે કંપનીના એમડી ડો. એસપી ગર્ગની ધરપકડ કરી છે. પોલીસે એમડી વિરૂદ્ધ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મેડિકલ કંપની 1995થી  કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયને પોલિયોની રસી સપ્લાય કરે છે. કંપનીએ છેલ્લી વાર માર્ચ 2018ના રોજ રસીની  સપ્લાઈ કરી હતી. હાલમાં અા પ્રકારની પોલિયોની રસી ફક્ત મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં મોકલાઈ છે. પણ નાના બાળકો માટે તમામ લોકોઅે રિસ્ક લેવું ન જોઈઅે. કારણ કે સરકારી વેક્સિનમાં જ પોલિયાના વાયરસ છે.

અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા પોલિયો વેક્સિનેશન અભિયાન માટે બાયોમેડ કંપની વેક્સનની સપ્લાઈ કરતી હતી. જ્યારે ઉત્તર પ્રદેશમાં કેટલાક બાળકોના મળવામાં આ વાયરસના લક્ષણો જોવા મળતા આ બાબત ત્યારે ધ્યાનમાં આવી. આ સેંપલને તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. અધિકારીના જણાવ્યા પ્રમાણે, તપાસમાં એ સામે આવ્યું છે કે, સેંપલમાં ટાઈપ-2 પોલિયોના વાયરસ રહેલા છે. અનેક લોકોને પોતાના સકંજામાં લઈને દેશ તેમજ દુનિયાને લાંબો સમય નુંકશન પહોંચાડનારી પોલિયોની બિમારી ભારતમાં ફરી માથું ઉચકી શકે છે. રાજધાની દ્દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદ સ્થિત મેડિકલ કંપની બાયોમેડ દ્વારા બનાવવામાં આવેલી ઓરલ પોલિયો વેક્સીનમાં ટાઈપ-2 પોલિયો વાયરસ મળી આવતા ભૂકંપ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલા ભારતને પોલિયો મુક્ત જાહેર કરી દેવામાં આવ્યું છે.

તપાસમાં આ બાબત જણાઈ આવ્યા બાદ બાયૉમેડ વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે અને તેના મેનેજિંગ ડાયરેક્ટરની ગુરૂવારે જ ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત ડ્રગ કંટ્રોલર જનર ઓફ ઈંડિયાએ જ્યાં સુધી વધુ આદેશ ના થાય ત્યાં સુધી બાયૉમેડને કોઈ પણ પ્રકારની દવાઓ બનાવવા અને તેનું વેચાણ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

ટાઈપ-2ને નષ્ટ કરવાના આદેશ અપાયા હતા

સરકારે આદેશ આપ્યા છે કે, જ્યારે તમામ કંપનીઓને 25 એપ્રિલ 2016 સુધીમાં પોલિયો ટાઈપ-2 વાયરસને નષ્ટ કરવાના આદેશ આપવામં આવ્યા હતાં તો પછી તે કેવી રીતે બચી ગયા? એ બાબતની પણ તપાસ કરવામાં આવે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, તમામને નિર્દેશ આપવામાં આવ્યા હતાં જેમાં ટાઈપ-2 વાયરસ હોય તે ઓરલ પોલિયો વેક્સીનનો નાશ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક સ્તરે આ વાયરસને સમાપ્ત કરવામાં આવ્યા બાદ ટાઈપ-2નું પ્રોડક્શન બંધ કરી દેવામાં આવ્યું હતું.

ભારતે વર્ષ ૨૦૧૨માં પોલિયોથી મુક્તિ મેળવી
સાલ્કની રસીની ટ્રાયલમાં લગભગ ૧૩ લાખ બાળકોએ ભાગ લીધો હતો. ખાસ વાત એ છે કે ૧૯૫૫માં પરિણામો જાહેર થયાં તે અગાઉ સાલ્કે તેના પોતાનાં બાળકોને અને પરિવારજનોને પણ આ રસી આપી હતી. ભારતે વર્ષ ૨૦૧૨માં જેનાથી મુક્તિ મેળવી તે પોલિયો એક એવી મહામારી હતી કે જેનાથી આખી દુનિયાના હાંજા ગગડતા હતા. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન આ બીમારીથી પીડાઇ રહેલા દેશોની યાદીમાંથી ભારતનું નામ દૂર કર્યું છે. કેમકે, છેલ્લા એક વર્ષથી ભારતમાં પોલિયોનો એકેય નવો કેસ બહાર આવ્યો નથી.

ભારતમાં પોલિયો સામેની લડતમાં ૧૯૯૫-૯૬થી અભિયાન શરૂ કર્યું હતું
દુનિયાની સૌથી મોટી લોકશાહી એવા ભારતે હજી માંડ ગયા વર્ષે પોલિયો સામે વિજય મેળવ્યો છે. ‘દો બુંદ જિંદગી કી’ ના નારાથી પ્રખ્યાત બનેલી પોલિયો સામેની લડત પહેલાં બુંદની નહીં પણ સોયની હતી. ભારતમાં પોલિયો સામેની લડતમાં ખરું જોમ ૧૯૯૫-૯૬થી શરૂ કરવામાં આવેલા દેશવ્યાપી પલ્સ પોલિયો અભિયાનથી આવ્યું. ભારતમાં પોલિયોનો છેલ્લો કેસ ૧૩ જાન્યુઆરી, ૨૦૧૧માં પશ્ચિમ બંગાળમાં નોંધાયો હતો.

ઈન્જેક્શનની સોયમાંથી મુક્તિ અપાવી લોકોને બે ટીપાં દવાનો ઈલાજ આપ્યો
સાલ્કે પોલિયોના મૃત વાયરસ સાથે કામ પાર પાડીને અસરકારક શોધ કરી અને તેના પછી અન્ય સંશોધક સાબિને પોલિયોના જીવતા વાયરસને નાથીને ઈન્જેક્શનની સોયમાંથી મુક્તિ અપાવી લોકોને બે ટીપાં દવાનો ઈલાજ આપ્યો. જોકે, સાલ્ક અને સાબિન વચ્ચે સૌથી મોટો તફાવત એ પણ છે કે સાલ્કની રસી તે લેનારને જ સુરક્ષિતતા આપે છે જ્યારે સાબિનની રસી તેની આસપાસના લોકોને પણ ચેપ લાગવાથી બચાવે છે

Related posts

કેક ખવડાવીને પોલીસ ઓફિસરને બોલ્યા રવિ-કિશન, તમે ચૂંટણી જીતવામાં ખૂબ મદદ કરી

Path Shah

મોદી સરકારનાં આ મંત્રી બોલ્યા કે અમે કાયમી ધોરણે MANREGA યોજના ચલાવવા માગતા નથી

Riyaz Parmar

આખરે અલ્પેશ અને ધવલસિંહ કોંગ્રેસ મુક્ત થયા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!