GSTV
Gujarat Government Advertisement

કેન્દ્રની ગાઇડલાઇન ઘોળીને પી ગયું AMC, ૪૭૦૦થી વધુ કેસ છતાં અમદાવાદમાં ઘટ્યા કન્ટેઈનમેન્ટ ઝોન

કોરોના

Last Updated on May 5, 2021 by Bansari

કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલય દ્રારા તાજેતરમાં જાહેર કરાયેલી દેશવ્યાપી નવી ગાઈડલાઈનમાં રાજ્ય સરકારોને કોરોનાને કાબુમાં લેવા વધુને કન્ટેઈનમેન્ટ ઝોન કરવા સૂચના અપાઈ છે પરંતુ અમદાવાદમાં કન્ટેઈનમેન્ટ ઝોન વધવાને બદલે ઘટી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે માત્ર છ માઈક્રો કન્ટેઈનેન્ટ જાહેર કરવામા આવ્યા છે.

કોરોના

કેન્દ્ર સરકારે કન્ટેઈનમેન્ટ વધારવા આદેશ કર્યો પણ AMC ઘટાડી રહી છે

કોરોનાની બીજી લહેર પ્રથમ લહેર કરતા વધુ ઘાતક સાબીત થઈ છે અને ૧૮ માર્ચથી લઈને અત્યાર સુધીમાં અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાના નવા કેસ અને મૃત્યુઆંકના અગાઉના તમામ રેકોર્ડ તુટતા કોરોનાએ નવી સપાટી વટાવી છે.અમદાવાદમાં ૫ હજારથી વધુ કેસ સહિત ગુજરાતમાં ૧૪ હજારથી વધુ કેસ આવી રહ્યા હતા અને છેલ્લા કેટલાક દિવસોથી થોડી રાહત થતા થોડા કેસ ઘટયા છે.જો કે હજુ પણ અમદાવાદમાં ૪૭૦૦થી વધુ કેસ અને ગુજરાતમાં ૧૩ હજાથી વધુ કેસ છે.અમદાવાદમાં ૨૩ના મોત અને ગુજરાતમાં ૧૩૦થી વધુ મોત થયા છે.કોરોનાના કેસ હજારોની સંખ્યામા પહોંચતા ખાસ કરીને શહેરોમાં કોરોનાને કાબુમા લેવા કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયે થોડા દિવસ પહેલા જાહેર કરેલી નવી ગાઈડલાઈનામા કન્ટેઈનમેન્ટ ઝોન વધારવા આદેશ કર્યો છે.ઉપરાંત કેન્દ્ર સરકારે લોકડાઉન સહિતના નિયંત્રણોને બદલે કન્ટેઈનમેન્ટ ઝોન વધારવા પર વધુ ભાર મુક્યો છે પરંતુ અમદાવાદ કોર્પોરેશન કંઈક જુદી જ દિશમાં કામ કરી રહ્યુ હોય માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન ઘટાડી રહી છે.આજે અમદાવાદમાં ૪૭૦૦થી વધુ કેસ નોંધાયા છે તેમ છતાં કન્ટેઈનમેન્ટ ઝોન માત્ર છ જ જાહેર થયા છે.કેન્દ્ર સરકારે કન્ટેઈનમેન્ટ વધારવા આદેશ કર્યો પણ AMC ઘટાડી રહી છેકોરોનાની બીજી લહેર પ્રથમ લહેર કરતા વધુ ઘાતક સાબીત થઈ છે અને ૧૮ માર્ચથી લઈને અત્યાર સુધીમાં અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાના નવા કેસ અને મૃત્યુઆંકના અગાઉના તમામ રેકોર્ડ તુટતા કોરોનાએ નવી સપાટી વટાવી છે.અમદાવાદમાં ૫ હજારથી વધુ કેસ સહિત ગુજરાતમાં ૧૪ હજારથી વધુ કેસ આવી રહ્યા હતા અને છેલ્લા કેટલાક દિવસોથી થોડી રાહત થતા થોડા કેસ ઘટયા છે.જો કે હજુ પણ અમદાવાદમાં ૪૭૦૦થી વધુ કેસ અને ગુજરાતમાં ૧૩ હજાથી વધુ કેસ છે.અમદાવાદમાં ૨૩ના મોત અને ગુજરાતમાં ૧૩૦થી વધુ મોત થયા છે.કોરોનાના કેસ હજારોની સંખ્યામા પહોંચતા ખાસ કરીને શહેરોમાં કોરોનાને કાબુમા લેવા કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયે થોડા દિવસ પહેલા જાહેર કરેલી નવી ગાઈડલાઈનામા કન્ટેઈનમેન્ટ ઝોન વધારવા આદેશ કર્યો છે.ઉપરાંત કેન્દ્ર સરકારે લોકડાઉન સહિતના નિયંત્રણોને બદલે કન્ટેઈનમેન્ટ ઝોન વધારવા પર વધુ ભાર મુક્યો છે પરંતુ અમદાવાદ કોર્પોરેશન કંઈક જુદી જ દિશમાં કામ કરી રહ્યુ હોય માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન ઘટાડી રહી છે.આજે અમદાવાદમાં ૪૭૦૦થી વધુ કેસ નોંધાયા છે તેમ છતાં કન્ટેઈનમેન્ટ ઝોન માત્ર છ જ જાહેર થયા છે.

કોરોના

કેસ ઘટયા છે તેવુ ચિત્ર ઉભુ કરવા પ્રયત્ન ?

અમદાવાદમાં સાઉથ ઝોનમાં વટવાની બે સોસાયટી,વેસ્ટ ઝોનની પાલડીની બે સોસાયટી અને  નોર્થ વેસ્ટ ઝોનમાં  ચાંદલોડીયાની એક અને થલતેજની એક સોસાયટીમાં કેટલાક મકાનો માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુકવામા આવ્યા છે. કુલ ૬ માઈક્રો કન્ટેઈનમેન્ટમાં ૬૭ મકાનોમાં ૨૫૦થી વધુ લોકોને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં રાખવામા આવ્યા છે. ૫ હજાર નજીક કેસ છતાં પણ માત્ર ૬ જ માઈક્રો કન્ટેઈનમેન્ટ અને ૨૫૦ જ મકાનો કેમ ?હાલ સમગ્ર અમદાવાદમાં ૨૪૭ માઈક્ર કન્ટેઈનમેન્ટ છે. બીજી બાજુ આજે કોર્પોરેશને ૩૭ સોસાયટીના મકાનોને માઈક્રો કન્ટેઈનમેન્ટમાંથી દૂર કરવામા આવ્યા છે.ગત મહિને જ્યાં ૨૫થી૩૦ માઈક્રો કન્ટેઈનમેન્ટ કરવામા આવતા હતા ત્યારે હવે માંડ ૬થી૮ જ માઈક્રો કન્ટેઈનેમેન્ટ કેમ ?કોરોનાના કેસમાં એટલો મોટો ઘટાડો નોંધાયો પણ નથી તો પછી કેન્દ્રની ગાઈડલાઈનનું પુરતુ પાલન કેમ નહી ?

Read Also

Gujarat Government Advertisement

Related posts

સરકાર આંખો ખોલો/ વિરમગામમાં લોકોએ થાળી વેલણ વગાડવી નોંધાવ્યો વિરોધ, તંત્રના કાન સુધી માંગણી પહોંચાડવાનો કર્યો પ્રયાસ

pratik shah

નાના બાળકોને કોરોનાથી બચાવવા અપનાવો આ ઉપાયો, કોવિડ વિરુદ્ધ લડવામાં બનાવી રાખશે સુરક્ષા કવચ

Harshad Patel

મહારાષ્ટ્રમાં ઓક્સિજનની અછત ઉપર મેળવાયું નિયંત્રણ, નેશનલ ટાસ્ક ફોર્સે ઘણી મહેનત કરવી પડશેઃ સંજય રાઉત

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!