GSTV
Health & Fitness Life Trending

મધમાં પલાળીને ખાઓ આ વસ્તુઓ, હાર્ટ એટેકનું ઘટશે જોખમ; માનસિક બીમારીઓ પણ રહેશે દૂર

પ્રાચીન સમયથી મધનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. આયુર્વેદમાં પણ તેનો ખાસ ઉલ્લેખ જોવા મળે છે. આયુર્વેદમાં મધને એક ખાસ ઔષોધી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ ડ્રાય ફ્રૂટ્સને મધમાં પલાળીને ખાય છે, તો તેના વધુ સ્વાસ્થ્ય  લાભ થઈ શકે છે. નોંધનીય છે કે ડ્રાય ફ્રૂટ્સમાં ઘણા પ્રકારના પોષક ત્તત્વો હોય છે અને દરરોજ તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. તો ચાલો આ અહેવાલમાં જાણીએ કે મધમાં ડ્રાય ફ્રૂટ્સને પલાળીને ખાવાથી શું ફાયદા થાય છે.

હાર્ટ એટેકનું જોખમ ઘટે છે

કેટલાક સંશોધન પ્રમાણે મધમાં પલાળેલા ડ્રાયફ્રૂટ્સ ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે. આ બંને વસ્તુઓમાં હાજર એન્ટી ઓક્સિડેન્ટ્સ અને અન્ય પોષક તત્વો એકસાથે હૃદય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે અને હાર્ટ એટેકનું જોખમ ઘટાડી દે છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો

શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારવા માટે મધ અને ડ્રાયફ્રૂટ્સ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. દરરોજ મધમાં પલાળેલા ડ્રાયફ્રૂટ્સ ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેના કારણે ચેપનું જોખમ ઘટી જાય છે.

પાચનતંત્ર સુધારે છે

મધ અને ડ્રાયફ્રૂટ્સને પાચન માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તેના રોજિંદા સેવનથી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

માનસિક બીમારીઓ સામે છે ફાયદાકારક

મધમાં પલાળેલા ડ્રાયફ્રૂટ્સ ખાવાથી યાદશક્તિ વધે છે અને મગજને લગતી ઘણી સમસ્યાઓ જેમ કે ડિપ્રેશન, સ્ટ્રેસ અને એન્ઝાયટીમાં ઘટાડો થઈ શકે છે.  

ડ્રાય ફ્રૂટ્સને મધ સાથે ખાઓ બદામ, કાજુ, અખરોટ અને કિસમિસને મધમાં પલાળીને ખાવાથી વધુ ફાયદો થાય છે. પહેલા આ ડ્રાયફ્રુટ્સને પાણીમાં 2-3 કલાક પલાળી રાખો અને પછી તેને પાણીમાંથી બહાર કાઢીને મધમાં ઓછામાં ઓછા બેથી ત્રણ કલાક પલાળી રાખો

Also Read

Related posts

રામનવમીના પાવન દિવસે રીલિઝ થયું આદિપુરુષનું પોસ્ટર, ચાહકો આ રીતે કરશે પ્રચાર

Siddhi Sheth

રામ નવમી 2023: ભગવાન રામનું મૃત્યુ ક્યારે અને કેવી રીતે થયું, વાંચો તેમના સ્વર્ગમાં જવાનું રહસ્ય

Hina Vaja

શું તમે ITR-U ફાઇલ કરવાનું ચૂકી ગયા છો ? તો તમારી પાસે છે માત્ર 2 દિવસની તક…

Padma Patel
GSTV