GSTV
Home » News » આનંદો! હવે ફક્ત 130 રૂપિયામાં જોઇ શકશો 100 ચેનલ્સ, જાણો શું છે TRAIનો નવો નિયમ

આનંદો! હવે ફક્ત 130 રૂપિયામાં જોઇ શકશો 100 ચેનલ્સ, જાણો શું છે TRAIનો નવો નિયમ

જો કેબલ ઑપરેટર્સ અથવા તો DTH કંપની તમારી પાસેથી મનફાવે તેટલા પૈસા વસૂલી રહ્યા હોય તો તેની વિરુદ્ધ ટૂંક સમયમાં પગલા ભરવામાં આવશે. TRAIએ કેબલ અને બ્રોડબેન્ડ ઇન્ડસ્ટ્રી માટે નવા નિયમો જારી કરી દીધા છે. TRAIએ સ્પષ્ટ કહ્યુ કે, આ નિયમનો ઉલ્લંધન કરવા પર કેબલ ઑપરેટર્સ અને DTH વિરુદ્ઘ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

TRAIનુ કહેવુ છે કે, હવે ગ્રાહક જેટલી ચેનલ જોવા ઇચ્છે છે એટલા જ રૂપિયા આપવા પડશે. TRAIએ પોતાના આદેશમાં કહ્યુ કે, કેબલ ઑપરેટર અને DTH કંપનીઓ 100 ફ્રી ટૂ એર ચેનલ 130 રૂપિયા મહિને આપવા પડશે.

જો કન્ઝ્યૂમર આ 100 ચેનલો સિવાય કોઇ બીજી ચેનલ જોવા ઇચ્છે છો તેના માટે અલગથી પેમેન્ટ કરવાનું રહેશે. અલગથી તે ચેનલોના રૂપિયા આપવાના રહેશે, જે ફ્રી નથી.

TRAIના નવો નિયમ 29 ડિસેમ્બરથી દેશભરમાં કેબલ અને બ્રોડકાસ્ટ ઇન્ડસ્ટ્રીમાં લાગૂ થઇ જશે. જો કોઇ ઑપરેટર નિયમનો ભંગ કરશે તો તેને પકડવામાં આવશે અને તેના વિરુદ્ઘ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

વાસ્તવમાં નવા નિયમો અનુસાર, ઇલેક્ટ્રોનિક યૂઝર ગાઇડમાં દરેક ચેનલની MRP નક્કી હશે. ચેનલ ના જોવા પર વધારે પૈસા નહી વસૂલી શકાય. આ નિયમ કેબલ, DTH અને બ્રોડકાસ્ટર્સ પર લાગૂ થશે. નવા ફ્રેમવર્કના ઉલ્લંધન કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન TRAIના ચેરમેને કહ્યુ કે, ગ્રાહકો કોઇ પણ પેકેજ થોપવામાં નહી આવે. TRAIના આ પગલાથી ઑપરેટર અને DTHની મનમાની પર લગામ લાગશે અને લોકો ઓછા પૈસામાં પસંદગીની ચેનલ જોઇ શકશે.

Read Also

Related posts

આજે વતનમાં વડાપ્રધાન : માતા હિરાબાના લેશે આશિર્વાદ, ભાજપ દ્વારા મનાવાશે વિજયોત્સવ

Mayur

ડાંગના જંગલમાં એક જ સ્થળે થાય છે 23 જાતની દુર્લભ જંગલી કેરીઓ

Mayur

બાજરીના રોટલાનો સ્વાદ મોંઘો પડશે, ઉનાળું ઉત્પાદન ઘટતા ભાવ ઊંચકાયા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!