GSTV
Home » News » RBIનો ઘટસ્ફોટ : ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ પાંચ વર્ષના તળિયે

RBIનો ઘટસ્ફોટ : ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ પાંચ વર્ષના તળિયે

ભારતમાં ગ્રાહકોના વિશ્વાસનું સ્તર(કન્ઝયુમર કોન્ફિડન્સ) છેલ્લા પાંચ વર્ષની એટલે કે 2014 પછીની નીચલી સપાટીએ આવી ગયું છે. નરેન્દ્ર મોદી 2014માં જ પ્રથમ વખત વડૈાપ્રધાન બન્યા હતાં. આરબીઆઈના કન્ઝયૂમર કોન્ફીડેન્સ સર્વે પ્રમાણે, ધ કરન્ટ સિચ્યુએશન ઈન્ડેકસ જે સપ્ટેમ્બરમાં 89.40 ટકા હતો તે નવેમ્બરમાં ઘટીને 85.70 ટકા રહ્યો હતો. ઈન્ડેકસમાં 100નો આંક નિરાશાવાદ અને આશાવાદને વિભાજિત કરતો આંક છે.

એક વર્ષ પછીની સ્થિતિની રખાતી અપેક્ષાનો આંક પણ 118.0 પરથી ઘટી 114.50 રહ્યો છે. એશિયાના ત્રીજા મોટા અર્થતંત્રમાં ઘેરી મંદી અને રોજગારીને લઈને વધી રહેલી ચિંતાઓ વચ્ચે કન્ઝયૂમર કોન્ફીડેન્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશના નોન બેન્કિંગ ફાઈનાન્સ ક્ષેત્ર (એનબીએફસી)માં છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી નાણાંભીડને કારણે ધિરાણ ખેંચ ઊભી થઈ છે જેને પરિણામે ઘરેલું ઉપભોગ પર અસર પડી છે. દેશના અર્થતંત્રમાં ઘરેલું કન્ઝમ્પશનનો હિસ્સો 60 ટકા રહે છે.

આને કારણે દેશનો આર્થિક વિકાસ દર સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ઘટીને 6 વર્ષની નીચી સપાટીએ રહ્યો છે. રિઝર્વ બેન્ક દ્વારા દેશના 13 મોટા શહેરોમાં 5334 પરિવારોનો સર્વે કરીને આ ઈન્ડેકસ તૈયાર કરાયો છે. અર્થતંત્રની સામાન્ય સ્થિતિ, રોજગાર વાતાવરણ, આવક તથા ખર્ચ અને ભાવની સ્થિતિ જેવી બાબતો પર ઉપભોગતાઓના ખયાલો અને અપેક્ષાઓ જાણવા આ સર્વે કરાયો હતો.

સર્વેમાં ભાગ લેનારા મોટાભાગનાઓએ છેલ્લા એક વર્ષમાં ભાવ વધ્યા હોવાનો મત વ્યકત કર્યો હતો અને આગામી એક વર્ષમાં તેમાં વધારો થવાની પણ શકયતા વ્યકત કરી હતી, જે ફુગાવાજન્ય દબાણ નજીકના ગાળામાં ચાલુ રહેવાના સંકેત આપે છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ નાણાં નીતિની સમીક્ષા બેઠકના અંતે ગુરૂવારે દેશનો વર્તમાન વર્ષનો આર્થિક વિકાસ દરનો અંદાજ 6.10 ટકા પરથી ઘટાડી પાંચ ટકા કર્યો છે. આ ઉપરાંત ફુગાવાનું સ્તર પણ અપેક્ષા કરતા ઊંચુ હોવાનું કબૂલ્યું હતું. આ સર્વેમાં દેશના 13 મોટા શહેરોના 5334 લોકોએ ભાગ લીધો હતો.

READ ALSO

Related posts

આજે ભર શિયાળે માવઠાની એન્ટ્રીની આગાહી, આ વિસ્તારોમાં મેઘરાજા બનશે ‘મહા’વિલન

Mayur

મહારાષ્ટ્રમાં છેલ્લા ચાર વર્ષમાં ખેડૂતોની આત્મહત્યાના કિસ્સા વધ્યા, 2019નો આંકડો જાણી કંપારી છૂટી જશે

Mayur

CAA વિરૂદ્ધ વાંધો વ્યક્ત કરનાર યુરોપિયન યુનિયન સામે ભારતે આપી આકરી પ્રતિક્રિયા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!