GSTV

હવે શોપિંગ કરતી વખતે તમારી સાથે નહી થાય છેતરપિંડી, ઘરે બેઠા દુકાનદારની સામે કરો ફરિયાદ દાખલ

નવા ગ્રાહક કાયદાને અસરકારક રીતે લાગુ કરવા માટે ગ્રાહક મંત્રાલયે E-DAAKHIL(ઇ-દાખિલ) પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલ દ્વારા કોઈપણ ગ્રાહક ઘરેથી જ પોતાની ફરિયાદ ઓનલાઇન નોંધાવી શકે છે. આ પોર્ટલ પર ફરિયાદો, અપીલ્સ, ફી વગેરે વિશે સંપૂર્ણ માહિતી હશે તે નવા ગ્રાહક કાયદાનો એક ભાગ છે. 1986ના કાયદામાં ફેરબદલ કરવા પાછળનો હેતુ, આ 24 વર્ષોમાં થયેલા તમામ પરિવર્તનને આવરી લઈને ગ્રાહક અધિકારને મજબૂત બનાવવાનો છે. જેમ કે – હવે ઓનલાઇન કંપનીઓ પણ કાયદા હેઠળ છે, ભ્રામક જાહેરાત અંગે સ્પષ્ટ જોગવાઈઓ છે, ભેળસેળ બદલ જેલની સજાની જોગવાઈ છે. પરંતુ આ તમામ જોગવાઈઓ ત્યારે જ અસરકારક દેખાશે જ્યારે આ કાયદો સંપૂર્ણ અમલમાં આવશે. આવી સ્થિતિમાં, આજે અમે તમને આ નવા કાયદા વિશે જરૂરી માહિતી આપી રહ્યા છીએ.

Amazon

ઘરે બેઠા ફરિયાદ અને સમાધાન

નવા કાયદો લાગૂ થવાથી હવે કંપનીઓ પર કેસ કરવાનું સરળ થઈ ગયુ છે. ગ્રાહકોની ફરિયાદો નોંધવા માટે ગ્રાહક બાબતોના મંત્રાલયનું edaakhil પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 (Consumer Protection Act, 2019) ની અસર છે. આ પોર્ટલ પર ઘરે બેઠા બેઠા કેસ નોંધાવી હવે કરી શકાય છે. NCRDC એટલે Con. દિલ્હી, અને મહારાષ્ટ્ર કમિશન ઉમેરવામાં આવ્યા છે. અમરાવતી, નાસિક, પુના ડિસ્ટ્રિક્ટ કમિશન સંકળાયેલા છે. ટૂંક સમયમાં બધા રાજ્ય અને જિલ્લા કમિશન ઉમેરવામાં આવશે. આની સાથે હવે કેસ નોંધવા અને તેના સ્ટેટસ જાણવા સરળ બનશે.

ઓનલાઈન પોર્ટલ પર ડિટેલમાં ફરિયાદ કરવાની પ્રક્રિયા

કંઝ્યુમર ફરિયાદ માટે ઓનલાઈન પોર્ટલ https://edaakhil.nic.in/ બનાવવામાં આવ્યુ છે. તેની પર ફાઈલિંગ પ્રક્રિયા બતાવવામાં આવી છે. તેના સમજવા માટે વીડિયો જોવો અથવા લેખિત ટ્યુટોરિયલ વાંચો. તેમાં ફરિયાદ કરવાની અને જવાબ આપવાની પ્રક્રિયા. અપીલ કરવા, ફીસ અને પ્રત્યુત્તર આપવાની પ્રક્રિયાનું પુરુ વિવરણ આપવામાં આવ્યુ છે. તેમાં નવા કંઝ્યુમર કાયદાની પુરી જાણકારી આપવામાં આવી છે.

નવો ગ્રાહક કાયદો શું છે

નવા ગ્રાહક કાયદા હેઠળ ગેરમાર્ગે દોરતી જાહેરાતો સામે પગલાં લેવામાં આવી શકે છે. દેશની કોઈપણ ગ્રાહક અદાલતમાં કોઈપણ કંપની સામે ફરિયાદ થઈ શકે છે. Online અને Teleshopping કંપનીઓ પણ તેના અવકાશમાં સામેલ છે. ખાણી પીણીમાં ભેળસેળ કરવા બદલ જેલ હોઈ શકે છે. નવા કાયદામાં ગ્રાહક મધ્યસ્થી સેલની પણ જોગવાઈ છે. કોઈ પણ વ્યક્તિ પરસ્પર સંમતિથી મધ્યસ્થી પર જઈ શકે છે. કન્ઝ્યુમર ફોરમમાં PIL(પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન) પણ મૂકી શકાય છે. કન્ઝ્યુમર ફોરમમાં 1 કરોડ રૂપિયા સુધીના કેસો જઈ શકશે. રાજ્ય પંચમાં 1 કરોડથી 10 કરોડ અને રાષ્ટ્રીય આયોગમાં 10 કરોડથી વધુના કેસની સુનાવણી કરવામાં આવશે.

ગ્રાહક તરીકે તમારા અધિકારો શું છે?

  • ખતરનાક વસ્તુઓના માર્કેટિંગથી રક્ષણ.
  • જરૂરિયાત મુજબ ખરીદી કરવાનો અધિકાર.
  • ઉત્પાદન વિશે સાચી માહિતી.
  • ગુણવત્તા, શુદ્ધતા, ભાવ વગેરે.
  • સ્પર્ધાત્મક ભાવે પસંદ કરવાનો અધિકાર.
  • મોનોપોલીમાં ઉચિત કિંમત, ગુણવત્તા.
  • મૂળભૂત વસ્તુઓ પ્રાપ્ત કરવાનો અધિકાર.
  • હિતો સાથે સાંભળવાનો અધિકાર.
  • ફરિયાદનું યોગ્ય નિવારણ મેળવવું.
  • ગ્રાહક અધિકારોની માહિતી.

READ ALSO

Related posts

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

સારા અલી ખાને લંડનના ફેશન ડિઝાઇનર ડ્રેસ પહેર્યો, લોકોને લાગી લાલ છડી મેદાન ખડી

pratik shah

અમદાવાદમાં આજે નવા 8 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેરમાં કરવામાં કુલ આંક 303 પર પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!