અમદાવાદમાં મણિનગરમાં આવેલી લિટલ ફ્લાવર હોસ્પિટલનું બાંધકામ ગેરકાયદેસર હોવાનું સામે આવતા કોંગ્રેસે ફરી એક વખત ભાજપ સામે આક્ષેપો કર્યા છે. મણિનગરમાં રેસિડેન્ટ વિસ્તારમાં કમર્શિયલ હેતુથી કોવિડ હોસ્પિટલ ચાલી રહી છે. અને તેમાં કોરોનાના દર્દીઓને સારવાર પણ આપવામાં આવી રહી છે.
ગેરકાયદેસર બાંધકામમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું
ત્યારે કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જણાવ્યું કે અધિકારીઓ અને મનપા તંત્ર દ્વારા હોસ્પિટલના સંચાલકોને છાવરવામાં આવી રહ્યા છે. ગરીબોના ઝૂંપડાઓ તોડતી મનપા હોસ્પિટલ સામે કેમ પગલાં નથી ભરતી. કોના કહેવાથી આ ગેરકાયદેસર બાંધકામમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું તેવો સવાલ પણ રાજેશ સોનીએ ઉઠાવ્યો.

READ ALSO
- કોરોના સંક્રમણ અટકાવવા નવી ટેક્નિક, airport પર ભીડ વધતા જ વાગવા લાગશે અલાર્મ
- આ કારણે કપિલ શર્માથી ક્યારેય નારાજ ના હોઈ શકે સુનીલ ગ્રોવર, કોમેડી કિંગ અંગે કહ્યું કે- ‘કપ્પુ એવો માણસ છે કે…’
- હાર્યા બાદનું ડહાપણ/ ઓસ્ટ્રેલિયન કોચને લાગ્યો મોટો ઝાટકો, કહ્યું- ટીમ ઈન્ડિયાને હવે ક્યારેય હળવાશમાં નહીં લઈએ
- ઘરેલૂ ઉપાય/ નખની આજૂબાજૂમાં ઉખડતી ચામડીથી હવે પરેશાન થવાની જરૂર નથી, આવી રીતે મળશે રાહત
- ગુપકાર ગઠબંધનને પ્રથમ મોટો ઝાટકો, સજ્જાદ લોને આ આરોપ લગાવતા છોડ્યો સાથ