GSTV
India News Uncategorized

પાકિસ્તાનના મોર્ટારની પણ હવે નહીં થાય અસર, સરહદી ગામોમાં ભારત કરી રહ્યું છે આ તૈયારી

પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીર સરહદે છાશવારે યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે સરહદી વિસ્તારમાં રહેતા લોકોના જાન-માલ પર હંમેશા જોખમ તોળાયેલું રહે છે. ત્યારે રાજૌરી જિલ્લાના સરહદી ગામોમાં સેના અને સરકાર દ્વારા બંકર નિર્માણ કરવામાં આવી રહ્યા છે.

કોરોના વાયરસને કારણે ઉભી થયેલી મહામારીની પરિસ્થિતિમાં દેશભરમાં લોકડાઉન આપી દેવામાં આવ્યું હતું. જેને કારણે બંકર નિર્માણનું કાર્ય બંધ થઇ ગયું હતુ. પરંતુ, માંજાકોટ સેક્ટરમાં પીડબલ્યૂડી વિભાગે આ બંકરનું નિર્માણ ફરી શરૂ કરી દીધુ છે.

જમ્મુ કાશ્મીરના રાજૌરી વિસ્તારમાં 125 જેટલા નવા બંકર બનાવવામાં આવી રહ્યા છે. જેમાં કોમ્યુનિટી અને વ્યક્તિગત બંકર સામેલ છે. આરસીસી કોન્ક્રિટથી બની રહેલા આ બંકર બુલેટ પ્રુફ છે. જેથી પાકિસ્તાનના ફાયરિંગ અને મોર્ટાર મારાની તેના પર કોઇ અસર ન થાય.

પાકિસ્તાન દ્વારા જ્યારે ભારે મોર્ટાર મારો કરવામાં આવે છે ત્યારે આ વિસ્તારના લોકોને પોતાના ઘરબાર છોડીને હિજરત કરવાની ફરજ પડે છે. પરંતુ, જો બંકરનું નિર્માણ થઇ જાય તો તેઓ ફાયરિંગ સમયે બંકરમાં છુપાઇને પોતાના જીવ બચાવી શકે છે.

Related posts

wrestlers-protest: રેલવેની નોકરી પર પરત ફર્યા બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકઃ આંદોલનમાંથી પીછેહઠનો કર્યો ઈન્કાર

HARSHAD PATEL

‘ભારત અંધશ્રદ્ધા તરફ આગળ વધી રહ્યું છે’: ઈસરોનું ‘વેદમાંથી મેળવેલા વિજ્ઞાન’ નિવેદન પર ગુસ્સે ભરાયા નસીરુદ્દીન શાહ

Padma Patel

નાગરિક ઉડ્ડયન મંત્રાલય, એરલાઇન્સ હવાઈ ભાડામાં વધારા અંગે ચર્ચા કરશે

Siddhi Sheth
GSTV