GSTV
GSTV લેખમાળા Trending

લેખમાળા / ભારતમાં ધર્મનિરપેક્ષતાનો બંધારણીય દૃષ્ટિકોણ, ઉદેશ અને હેતુ

કનુભાઈ બી રાઠોડ ( નિવૃત્ત એડિશ્નલ ડિસ્ટ્રિક્ટ જજ ) : ભારતના બંધારણના આમુખમાં ભારતને એક ધર્મનિરપેક્ષ (Secular) રાષ્ટ્ર તરીકે ૪૨માં  બંધારણીય સુધારાથી આવરી લેવાયેલ છે. ધર્મનિરપેક્ષતા એટલે બિનસાંપ્રદાયિકતા (Secularism).

બંધારણના અમુક મૂળભૂત અધિકારોની તથા બીજી જોગવાઇઓ મુજબ આપણો દેશ કોઇ પણ પ્રકારે ધાર્મિક રાષ્ટ્ર બની શકે નહીં.  ઉપરાંત કોઇ ધર્મની તરફેણ પણ કરી શકે નહીં. બિનસાંપ્રદાયિક પ્રવૃત્તિઓમાં ધર્મની દખલગીરીની મનાઇ છે. બિનસાપ્રદાયિક રાષ્ટ્ર એટલે દરેકને પોતાની મરજી મુજબનો ધર્મ પાળવાની છૂટ છે.

રાજ્યને દરેક નાગરિકોના ધર્મની બાબતમાં દખલગીરી કરવાની મનાઇ છે તેમજ રાજ્યનો પોતાનો કોઇ ધર્મ હોઇ શકે નહીં. રાજ્ય કોઇને અમુક જ ધર્મનું પાલન કરાવી શકતું નથી. રાજકિય પક્ષો ગમે તે પક્ષમાં માનતા હોય તો પણ અમુક જ ધર્મના ધાર્મિક પક્ષ બની શકતા નથી. 

બંધારણમાં લોકો વચ્ચેની ભિન્નતાનો સ્વીકાર કરાયો છે પણ સાથે સાથે તેઓ વચ્ચે ભિન્નતા હોય તો પણ દરેકને સરખું મહત્વ આપવાની વાત છે. તેથી જ તો આ દેશ બિનસાંપ્રદાયિક થઇ શકે. બિનસાંપ્રદાયિકતાનુ મુળ તત્વ એ છે કે વિવિધ માન્યતાઓ અને ભાષાઓ ધરાવતા ભિન્ન ભિન્ન લોકોને સૌને પોતપોતાની માન્યતાઓને એકસરખું મહત્વ આપવાથી દેશ અખંડિત રહી શકે તે બાબતની સમજુતિ નામદાર સુપ્રીમ કોર્ટે એમ. ટી. એ. પાઇ ફાઉન્ડેશન વિરુદ્ધ સ્ટેટ ઓફ કર્ણાટકના જજમેન્ટમાં પ્રતિપાદિત કરેલ છે.

દેશના જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા ધર્મના લોકો સાથે રહેવા માત્રથી બિનસાંપ્રદાયિકતા ગણવી તે બરાબર નથી. જુદા જુદા ધર્મો વચ્ચે સુમેળ હોય કે રાજ્યોએ કે રાષ્ટ્રએ ધર્મનિરપક્ષ જાહેર કરવાથી ધર્મનિરપેક્ષ બની જવાતું નથી પણ સમાજ પોતે ધર્મનિરપેક્ષ હોવો ઘટે. 

ધર્મનિરપેક્ષતાનો ખ્યાલ બિનધાર્મિક સંદર્ભમાં સમજવાનો છે. રાજ્યએ પ્રજાના કલ્યાણ અને પ્રગતિ નો ખ્યાલ રાખી વિકાસ સાધવાને અગ્રિમતા આપવાની છે. રાજ્યોને અમુક ધર્મને પ્રોત્સાહન આપવા માટે ખર્ચા કરવાની મનાઇ છે. 

નામદાર સુપ્રીમ કોર્ટના બાલ પાટલી વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડીયાના કેસમાં નિર્ણિત કર્યા મુજબ બિનસાંપ્રદાયિક રાજ્યને કોઇ ધર્મ હોતો નથી. રાજ્ય દરેક ધર્મ સાથે સમાન વલણ પ્રદર્શિત કરે અને વ્યક્તિઓના પૂજા, અર્ચના કે ધર્મના સ્વતંત્ર અધિકારમાં રાજ્ય દખલગીરી કરી શકશે નહીં.

નામદાર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે મીનરવા મીલના કેસમાં ઠરાવેલ છે કે, દેશની પાર્લામેન્ટને બંધારણનો મૂળ ઢાંચો નષ્ટ થાય તે હદે બંધારણમાં સુધારા વધારા કરી શકે નહીં. બંધારણનું આમુખ તે બંધારણનો મૂળ ઢાંચાનો એક ભાગ છે. બિનસાંપ્રદાયિક (Secularism) રાષ્ટ્ર તરીકેની જોગવાઇ આમુખમાં જ સામેલ છે. 

આ રીતે જોતા દેશ કે રાજ્યો કોઇ અમુક ધર્મને પ્રોત્સાહન અને અમુકને ન્રષ્ટપાય કરવાની સીધી કે આડકતરી પૃવતિઓને બિલકુલ પ્રોત્સાહન આપી શકે જ નહિ તેવુ દિવા જેવું ચોખ્ખું સૌને સમજાય તેવુ છે. છતા છેલ્લા અમુક વરસોનો જે માહોલ કે સીનેરીયો છે તે જોતા આ દેશ secular છે કે કેમ તે મોટો પ્રશ્ન છે !

નોંધ : GSTV લેખમાળા કેટેગરીમાં છપાયેલ લખાણમાં લેખકના પોતાના સ્વતંત્ર વિચારો છે.

GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/K2PGXCtwT948Im49fwbfsd

GSTVની એપ ડાઉનલોડ કડવા આ લિંક પર ક્લિક કરો:
https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=1

Read Also…

Related posts

છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ

Hardik Hingu

શું વસુંધરા રાજેએ રાજસ્થાનમાં સર્જી સમસ્યા? ધારાસભ્ય પક્ષની બેઠક ટળી

Nelson Parmar

ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ

Nelson Parmar
GSTV