GSTV

ગુણકારી/ શરીરમાં કબજિયાત રહે છે અને પૂરતી ઉંઘ ના આવતી હોય તો મેથી ખાવાનું શરૂ કરો, આ રીતે થશે મોટા ફાયદા

મેથી

Last Updated on July 12, 2021 by Harshad Patel

મોટેભાગે બધા મેથીના અનેક ફાયદાઓ વિશે જાણતા જ હોય છે. સ્વાસ્થ્યની દૃષ્ટિથી મેથીના દાણા ખૂબ જ ગુણકારી હોય છે. મેથીના દાણાને મસાલા ઉપરાંત દવાઓમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. અનેક રોગની સારવારમાં પણ મેથી કામમાં આવે છે. જાણો તેના ફાયદાઓ વિશે તે કઇ કઇ સમસ્યાઓમાંથી છૂટકારો અપાવે છે અને કેવી રીતે તેનું સેવન કરવું ફાયદાકારક હોય છે?

કબજિયાતથી મળશે છૂટકારો

જે લોકોને કબજિયાતની સમસ્યા છે તેમના માટે મેથીના દાણા રામબાણ ઇલાજ સાબિત થશે. મેથીના દાણા પાચનક્રિયાને ઠીક કરવામાં મદદરૂપ થાય છે. તેના માટે તમારે એક ચમચી મેથીને બે ગ્લાસ ગરમ પાણીમાં ઉકાળી લો અને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી કે મેથીનો રંગ પાણીમાં સરખી રીતે મિક્સ ન થઇ જાય. ત્યારબાદ મેથીના દાણાને ગાળીને પાણીમાંથી અલગ કરી લો અને પાણીને સામાન્ય ઠંડું થવા દો. જ્યારે પાણી હુંફાળું હોય એટલે કે ન વધારે ગરમ કે ન વધારે ઠંડું ત્યારે તેનું સેવન કરો.

  • અનિન્દ્રાને દૂર ભગાવો
  • મેથીનું હળવું હુંફાળું પાણી અનિન્દ્રાની સમસ્યાને દૂર કરે છે અને તમને ગાઢ નિન્દ્રા અપાવવામાં મદદ કરે છે.
  • કિડની સાથે સંકળાયેલી સમસ્યાઓથી પણ છૂટકારો અપાવે છે

મેથીના દાણાના પાણીના સેવનથી કોલેસ્ટ્રોલને સંતુલનમાં રાખવામાં મદદરૂપ થાય છે. આ સાથે જ આ કિડની સાથે સંકળાયેલી સમસ્યાઓથી પણ છૂટકારો અપાવે છે.

ડાયાબિટીસના જોખમને ઘટાડે છે

મેથીના દાણાનું જો પાણી સાથે સેવન કરવામાં આવે તો આ ડાયાબિટીસના જોખમને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. આ સાથે જ આ હૃદય અને ફેફસાં સાથે સંકળાયેલી બીમારીઓ અને જોખમને પણ ઓછું કરવામાં સહાયક છે. અઠવાડિયામાં ત્રણ અથવા ચાર વખત તેનું સેવન કરી શકો છો. જો કે આમ કરતા પહેલા ડૉક્ટર પાસેથી સલાહ લેવી જોઇએ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

Fraud / ૪૩ વર્ષ પહેલાં શેર ખરીદીને ભૂલી ગયા પિતા, તેનું મૂલ્ય 1,448 કરોડ થઈ ગયું

Damini Patel

ખીરની રેસિપી : પિતૃપક્ષ પર ભોગ લગાવવા માટે ખીર છે લોકપ્રિય મીઠાઈ, આજે જ જાણો રેસિપી

Zainul Ansari

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સબમરીન ડીલ પર ઉત્તર કોરિયાના તાનાશાહ લાલઘૂમ, કિમ જોંગ ઉને આપી ધમકી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!