GSTV

દિલ્હી હિંસામાં માર્યા ગયેલા કોન્સ્ટેબલને શહીદનો દરજ્જો, 1 કરોડની સહાય સાથે પત્નીને નોકરી

દિલ્હીમાં ભડકેલી હિંસામાં શહીદ થયેલા કોન્સ્ટેબલ રતનલાલના પરિવારને મદદ કરતાં કેજરીવાલ સરકારે એક કરોડ રૂપિયાની આર્થિક સહાય તેમજ તેમના પરિવારના એક સભ્યને નોકરી આપવાનું આશ્વાસન આપ્યું છે.

કેન્દ્ર સરકાર પણ રતનલાલના પરિવારને 1 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપશે તેવી જાહેરાત કરી હતી. દિલ્હી વિધાનસભામાં સંબોધન કરતાં કેજરીવાલે કહ્યું કે, દિલ્હીના લોકો હિંસા નથી ઈચ્છતા, આ હિંસામાં હિંદુ-મુસલમાનના લોકો માર્યા ગયા છે. આ ઉપરાંત દિલ્હી પોલીસના ડીસીપી સહિતના અધિકારીઓ પણ ઘાયલ હોવાનું તેઓએ જણાવ્યું હતું.

સીએમ કેજરીવાલે અફવાઓ પર ધ્યાન ન આપવાની પણ અપીલ કરી છે, તેમજ આધુનિક દિલ્હી, વિકસિત દિલ્હી લાશોના ઢગલા પર ન બની શકે તેવી પ્રતિક્રિયા આપી છે. કેજરીવાલે વધુમાં કહ્યું કે, નફરતની રાજનીતિ સાંખી નહીં લેવાય, તેમ દેશવાસીઓએ એકસૂરે કહેવું જોઈએ. તે વાત પર પણ તેઓએ ભાર આપ્યો હતો.

READ ALSO

Related posts

ગામમાં એન્ટ્રી ન મળી તો આ કારણે નાવડી પર જ વૃદ્ધે પોતાનાને કર્યો ક્વોરન્ટાઈન

Arohi

LOCK DOWN ઓટો, ગ્રામીણ સેવા, ઈ રિક્સા ડ્રાઈવરોને મળશે 5,000 રૃપિયા, આ મુખ્યમંત્રીએ કરી જાહેરાત

Nilesh Jethva

કેરળમાં દારૂની છૂટના સરકારી આદેશ પર હાઈકોર્ટે લગાવી દીધો સ્ટે, આ છે વિવાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!