GSTV

દર મહિને સેલેરીમાંથી 10 હજાર બચાવીને ગરીબોને રોટી-કપડા આપે છે આ પોલીસવાળો

Last Updated on December 21, 2020 by Mansi Patel

માણસ પોતાના ખીસ્સાથી નહી પરંતુ દિલથી અમીર હોય છે. આંધ્રપ્રદેશ કે.કે. કૃષ્ણમૂર્તિ એવાં જ એક શખ્સ છે. તેઓ દર મહીને પોતાના પગારનો એક હિસ્સો ગરીબોને મદદ પર ખર્ચ કરે છે. પાર્વતીપુરમ નગર પોલીસ સ્ટેશનમાં તૈનાત હેડ કોંસ્ટેબલ કૃષ્ણ મૂર્તિ શ્રીકાકુલમ જીલ્લાનાં વીરગટ્ટમ મંડળનાં કોટ્ટુગુમદા ગામનાં રહેવાસી છે. તેઓ કસ્બાની સાથે સાથે આસપાસનાં ગામોમાં રહેતાં જરૂરિયાતમંદોને રાશન અને કપડાં પ્રોવાઈડ કરે છે. તેના સિવાય શિયાળાની ઋતુમાં વૃદ્ધોને ધાબળા પણ વહેંચે છે.

2017થી કરી રહ્યા છે આ નેક કામ

દર મહિને કૃષ્ણમૂર્તિ 30 એવાં લોકોને પસંદ કરે છે જેમને રાશન અને કપડાની સખત જરૂરિયાત છે. હાલમાં વધતી ઠંડીને કારણે તેમનો પહેલો ઉદ્દેશ્ય ગરીબ અને બેઘર લોકોમાં ગરમ કપડા વહેંચવાનો છે. આ નેક કામમાં તેઓ દર મહીને તેમની સેલેરીમાંથી 10 હજાર રૂપિયા ઉપાડે છે, તેમના મુજબ, તેઓ વર્ષ 2017થી ગરીબોની મદદ કરી રહ્યા છે.

દાદા-દાદી પાસેથી મળી પ્રેરણા

ખાનગી મીડિયાને તેમણે કહ્યુ, મને આ નેક કામ કરવાની પ્રેરણા મારા ગ્રાંડ પેરેમન્ટ્સ (દાદા-દાદી) પાસેથી મળી છે. કારણકે, મે તેમને બાળપણથી જ ગરીબો અને જરૂરિયાતમંદોની મદદ કરતાં જોયા છે. જોકે, મે આ કામની શરૂઆત પોલીસ ડિપાર્ટમેન્ટ જોઈન કર્યા બાદ કરી હતી.

45 હજાર રૂપિયા છે સેલેરી

કૃષ્ણમૂર્તિની માસિક આવક 45 હજાર રૂપિયા છે, જેમાં દર મહિને તેઓ 10 હજાર રૂપિયા ગરીબોને મદદ માટે અલગ કરી રહ્યા છે. તેમણે છેલ્લાં બે મહીનામાં તેમની આસ-પાસનાં ગામડાઓમાં અને પાર્વતીપુરમમાં લગભગ 60 ધાબળા વહેંચ્યા છે. કૃષ્ણમૂર્તિ જેવાં પોલીસવાળા એક મિસાલ છે, જેમને સેલ્યૂટ કરવાનું તો બને છે.

READ ALSO

Related posts

LAC / અરુણાચલ પ્રદેશમાં તૈનાત કોણ છે સરિયા અબ્બાસી, સોશિયલ મીડિયા પર ફોટો થઈ રહ્યો છે વાયરલ

Zainul Ansari

ઠંડીની ઋતુમા બાળકોને રાખવા છે શરદી અને ઉધરસથી સુરક્ષિત, કરો આ દેશી ઓસડિયાનું સેવન અને મેળવો ફાયદા

Zainul Ansari

આર્યન ખાન ડ્રગ્સ કેસ/ સમીર વાનખેડે-એનસીપી નેતા આમને-સામને, NCB અધિકારી કથિત આરોપોને લઈને કરશે કાનૂની કાર્યવાહી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!