પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા જ દિલ્હી, પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં વિસ્ફોટકો મળી આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. દિલ્હીમાં ગાઝીપુરના ફૂલ માર્કેટમાંથી આજે એક બીનવારસી બેગમાંથી વિસ્ફોટકો મળી આવ્યા હતા.

બીજી તરફ પંજાબને બોમ્બ ધડાકાથી હચમચાવવાનુ કાવતરુ પણ નાકામ બનાવાયુ છે.અમૃતસરના સીમાડે આવેલા ગામમાંથી મોટા પાયે આરડીએક્સનો જથ્થો મળી આવ્યો છે.એવુ કહેવાય છે કે, શુક્રવારની સવારે ઝડપાયેલો આ જથ્થો પંજાબમાં ચૂંટણી દરમિયાન ધડાકા કરવા માટે ઉપયોગમાં લેવાનો હતો.આ આરડીએક્સ ખેતરમાં સંતાડાયેલો મળી આવ્યો હતો.

જ્યારે કાશ્મીરમાં શ્રીનગરમાં ભીડભાડવાળા માર્કેટમાં એક શંકાસ્પદ બેગને જોઈને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને બોલાવવામાં આવી હતી.આ બેગમાં પણ વિસ્ફોટકો મળી આવ્યા હોવાની તપાસ થઈ રહી છે.

Read Also
- બિહારે એ જ કર્યુ જે દેશને કરવાની જરૂર, ભાજપ પર તેજસ્વીએ કર્યા આકરા પ્રહાર
- મહાગઠબંધનનો 24 ઓગસ્ટે થશે ફ્લોર ટેસ્ટ, નીતિશ અને તેજસ્વીએ કેબિનેટ વિસ્તરણ પર કર્યો વિચાર; સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ
- પોલીસ ગ્રેડ પે મુદ્દે રાજકારણ ગરમાયુ : કોંગ્રેસે સરકાર પર કર્યો હુમલો, જવાળામુખી સમાન ગણાવ્યો મુદ્દો
- વડા પ્રધાન મોદી અને અરવિંદ કેજરીવાલ સામસામા વાક્બાણ ચલાવી રહ્યા છે
- સંબંધ બચાવવા માટે પતિ-પત્ની એક બીજા સાથે 6 મહિના સુધી છૂટા પડ્યા, એકબીજા સાથે વાત ન કરી, પછી રિેલેશનમાં આવ્યો એક અનોખો વળાંક