GSTV

પર્દાફાશ/ પાકિસ્તાનના ઇશારે ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવરતું, થયો આ ચોંકાવનારો ખુલાસો

આતંકી

Last Updated on September 18, 2021 by Bansari

દિલ્હી પોલીસે પકડેલાં આતંકવાદીઓ – જીશાન કમર અને ઓસામાએ કબૂલાત કરી હતી કે એ બંને મળીને ભારતમાં મોટા હુમલાની ફિરાકમાં હતા. રેલવે ટ્રેક અને પુલને નિશાન બનાવવા માટે ઘણાં સમયથી રેકી કરતા હતા. એ માટે આ બંને આતંકવાદીઓને પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈએ તાલીમ આપી હતી.

આતંકવાદીઓ જીશાન અને ઓસામાએ પૂછપરછ દરમિયાન કબૂલાત કરી હતી કે તે ભારતથી વાયા ઓમાન પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં પહોંચ્યા હતા. ઓમાનના મસ્કતમાં ઓસામા અને જીશાન તાલીમ લેવા ગયા હતા. ઓસામાના પિતા હુમેદ-ઉર-રહેમાને તેને તાલીમ લેવા મોકલ્યા હતા. પોલીસ તેની શોધખોળ કરી રહી છે. એ આતંકવાદી મોડયુલનો માસ્ટરમાઈન્ડ હોવાની શક્યતા છે.

આતંકી

દિલ્હી પોલીસે પકડેલા બે આતંકવાદીઓની પૂછપરછ દરમિયાન કબૂલાત

પૂછપરછમાં બંને આતંકવાદીઓએ કબૂલ્યું હતું એ પ્રમાણે ઓમાનમાં બોમ્બ બનાવવાની તાલીમ લીધા પછી તેને ગ્વાદર બંદરના રસ્તે પાકિસ્તાનમાં ઘૂસાડાયા હતા. પાકિસ્તાનના સિંધ પ્રાંતના થટ્ટામાં આવેલા એક ફાર્મ હાઉસમાં તેને પાકિસ્તાનની નાપાક જાસૂસી એજન્સી આઈએસઆઈના અધિકારીઓ અને પાકિસ્તાનની સૈન્યના અધિકારીઓએ તાલીમ આપી હતી.

બંને આતંકવાદીઓને ભારત વિરૃદ્ધ ઉશ્કેરવા માટે પાકિસ્તાની જાસૂસી એજન્સીએ મુઝફ્ફરનગર અને ગોધરાકાંડના વીડિયો બતાવ્યા હતા. આઈએસઆઈએ બંનેને સૌથી વધુ લોકોનાં મોત થાય એવા સ્થળોએ હુમલો કરવાની તાલીમ આપીને રેલવે ટ્રેક અને પુલની રેકીનું કામ સોંપ્યું હતું. ભારત આવીને આ બંને આતંકવાદીઓએ રેલવે ટ્રેક અને પુલની રેકી શરૃ કરી હતી.

આતંકી

રેલવે ટ્રેક અને પુલ પર આતંકી હુમલાના કાવતરાનો પર્દાફાશ

ખૂબ જ ભીડ હોય એવી ટ્રેનને નિશાન બનાવીને આ આતંકવાદીઓ હુમલો કરવાની વેતરણમાં હતા. પાકિસ્તાની લશ્કરના અધિકારીઓએ આ આતંકવાદીઓને આદેશ આપ્યો હતો કે જો આતંકવાદી હુમલાને અંજામ ન આપી શકો તો ભારતને આર્થિક નુકસાન થાય એવા કારસ્તાન કરો. જેમ કે, ખાનગી ફેક્ટરીમાં આગ લગાડો, ખાનગી ગોદામમાં આગ ચાંપો, મોટા શો રૃમ્સને નિશાન બનાવો અને મોટી આગની દુર્ઘટના બને એ માટે ષડયંત્ર ઘડો – એવો આદેશ આ આતંકવાદીઓને મળ્યો હતો.

આ મોડયુલમાં સંડોવાયેલા વધુ શકમંદોને પકડી લેવા માટેના પ્રયાસો પોલીસે હાથ ધર્યા છે. આ બંનેને મદદ કરનારા સામે લૂક આઉટ નોટિસ પણ જારી કરવામાં આવશે. આતંકી ઓસામાના પિતા અને તેના કાકા આ મોડયુલમાં સંડોવાયેલા હોવાથી તેને ઝડપી લેવાની કવાયત શરૃ કરવામાં આવી છે. બંને અત્યારે ફરાર છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ તમિલનાડુમાં આ સિલસિલામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં એક શકમંદની ધરપકડ કરવામાં આવી હતી.

Read Also

Related posts

મુંબઈ અટેક / 26/11 આતંકવાદી હુમલાને લઈ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીનો સનસનીખેજ દાવો, જણાવ્યું કોણ હતું ષડયંત્ર પાછળ

Zainul Ansari

BMPT Terminator : રશિયન સેનામાં તૈનાત થઈ આગ ઓકતી સુપર પાવરફુલ ટર્મિનેટર ટેન્ક, હવે દુશ્મનોની ખેર નથી

Vishvesh Dave

હાહાકાર / દેશમાં શરૂ થઇ ઓમિક્રોનની દહેશત, 31 ડિસેમ્બર સુધી ‘લોકલાડીલા’ પ્રવાસન સ્થળોએ જાહેર કરાયો નાઈટ કરફ્યુ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!