GSTV
Home » News » ચીફ જસ્ટીસ વિરૂદ્ધ યૌન શોષણનો મામલો: સુપ્રિમે તપાસનાં આદેશ આપ્યા, નિવૃત જજ એકે પટનાયક કરશે તપાસ

ચીફ જસ્ટીસ વિરૂદ્ધ યૌન શોષણનો મામલો: સુપ્રિમે તપાસનાં આદેશ આપ્યા, નિવૃત જજ એકે પટનાયક કરશે તપાસ

Ranjan Gogoi

સુપ્રિમ કોર્ટનાં મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઇ વિરૂદ્ધ એક મહિલાએ યૌન શોષણનો આરોપ મુક્યો છે. આ મામલામાં સુપ્રિમ કોર્ટે તપાસનાં આદેશ આપ્યા છે. સુપ્રિમ કોર્ટનાં રિટાયર્ડ જસ્ટીસ એકે પટનાયક સમગ્ર કેસની તપાસ કરશે. સુપ્રિમ કોર્ટે આ તપાસમાં સીબીઆઇ,આઇબી અને દિલ્હી પોલીસને સહકાર આપવા નિર્દેશ કર્યો છે. સુપ્રિમ કોર્ટનાં વકીલ ઉત્સવ બૈંસે દાવો કર્યો છે કે સીજેઆઇ વિરૂદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું છે. નિવૃત ન્યાયધીશ એકે પટનાયક વકીલ બૈંસનાં તમામ દાવાની તપાસ કરશે. વકીલ બૈંસે સુપ્રિમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને દાવો કર્યો છે કે સીજેઆઇ રંજન ગોગોઇ વિરૂદ્ધ યૌન શોષણનું ષડયંત્ર રચીને તેમાં તેમને ફસાવીને ષડયંત્ર રચવામા આવ્યું છે.

આજે સવારે સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે મુખ્ય ન્યાયધીશ વિરૂદ્ધ ષડયંત્રનાં દાવા મામલે જણાંવ્યું છએ કે જે રીતે આ સંસ્થઆ સાથે વર્તન કરવામાં આવી રહ્યું છે,તેનાથી અમે નારાજ છે. જો ખરેખર આવું થશે તો અમે અમારૂ કામ સારી રીતે નહિં કરી શકીએ. ચીફ જસ્ટીસ વિરૂદ્ધ ષડયંત્ર મામલે વકીલ બૈંસે કરેલા દાવા મામલે કોર્ટે જણાંવ્યું કે,આ સંસ્થાને બદનામ કરવા માટે પૂર્વાયોજીત ષડયંત્ર રચીને હુમલો કરવામાં આવી રહ્યો છે. તેમજ સમજી-વિચારીને રમત રમાઇ રહિ છે.કોર્ટે જણાંવ્યું છે કે ચારછી પાંચ ટકા વકીલો એવા છે જે આ મહાન સંસ્થા(સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયા)ને બદનામ કરી રહ્યા છે.

આ સાથે જ સુપ્રિમ કોર્ટે ટકોર કરી કે,હવે સમય આવી ગયો છે કે આપણે બધા એકસાથે ઉભા રહિને દેશનાં અમીર અને શક્તિશાળી લોકોને જણાવી દઇએ કે તેઓ આવું નહિં કરી શકે. ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રા,ન્યાયમૂર્તિ આર એફ નરિમન અને ન્યાયમૂર્તિ દીપક ગુપ્તાની ખંડપીઠ આ કેસની સુનાવણી કરી રહ્યા છે.

મહત્વનું છએ કે સુપ્રિમ કોર્ટે ઉચ્ચતમ ન્યાયાલયમાં ફિક્સિંગનાં દાવા અને સીજેઆઇ રંજન ગોગોઇ પર લાગેલા કથિત યૌન શોષણનાં આરોપોને ગઇ કાલે અત્યાધિક સંવેદનશીલ ગણાવીને કહ્યું કે આ અદાલતની જવાબદારી છે કે સંસ્થાને પાક-સાફ (પવિત્ર-સ્વચ્છ) રાખવામાં આવે.જેથી તેની છબી ખરાબ ન થાય.

જસ્ટીસ અરૂણ મિશ્રાનાં વડપણ હેઠળની ત્રણ જજોની વિશેષ ખંડપીઠે જણાંવ્યું કે ઉચ્ચતમ ન્યાયાલયની બેચમાં ફિક્સિંગનાં મામલે અધિવક્તા ઉત્સવસિંહ બૈંસ દ્વારા દાખલ કરાયેલા સોગંદનામામાં કરાયેલા આરોપ અને અમિક નામોનાં ઉલ્લેખની ગંભીરપૂર્વક નોંધ લીધી છે. જજોની બેંચે જણાંવ્યું છે કે આ અમારી જવાબદારી છે કે સંસ્થા(અદાલત)ની છબીને પવિત્ર રાખવી. તેમજ આવા પ્રકારનાં આરોપોથી આ સંસ્થાની છબી બગડે નહિં તે સુનિશ્ચિત કરવું.

READ ALSO

Related posts

પરિણામ પહેલા સત્તાની રણનીતિ… આજે NDAની મહત્વપૂર્ણ બેઠક, આ વરિષ્ઠ નેતાઓની રહેશે હાજરી

Arohi

મંદિરની સાથે સરકારી હોસ્પિટલમાં પણ વગાડાશે ગાયત્રી મંત્ર

Dharika Jansari

ચંદ્રાબાબુ નાયડુ ચૂંટણી પંચની બહાર ધરણા કરશે, જાણો શું છે માંગ?

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!