GSTV
India News Trending

ગુજરાત બાદ હવે આ રાજ્યમાં પણ સ્કૂલોમાં ભગવદ્ ગીતાના અભ્યાસ અંગે વિચારણા

ગુજરાતમાં સ્કૂલોમાં ભગવદ્ ગીતાનો અભ્યાસ શરૂ કરવાનો નિર્ણય લેવાયા પછી હવે કર્ણાટકમાં પણ શૈક્ષણિક અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના સમાવેશ અંગે વિચારણા હાથ ધરાઈ છે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ કહ્યું કે, મંત્રીઓ સાથે ચર્ચા કર્યા પછી આ અંગે કોઈ નિર્ણય લેવાશે. જોકે, આ સાથે કર્ણાટકમાં આ અંગે વિવાદ શરૂ થઈ ગયો છે. કર્ણાટક કોંગ્રેસના નેતા રહેમાન ખાને કહ્યું કે સ્કૂલોમાં બધા જ ધાર્મિક પુસ્તકોનો અભ્યાસ કરાવવો જોઈએ.

ભાજપ શાસિત ગુજરાતમાં સરકારે ગુરુવારે નવા શૈક્ષણિક વર્ષથી રાજ્યની સ્કૂલોમાં ધોરણ ૬થી ૧૨ના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના ભાગરૂપે ભગવદ્ ગીતા શીખવાડવાની જાહેરાત કરી હતી. આ સંદર્ભમાં કર્ણાટકના મુખ્યમંત્રી બોમ્મઈએ જણાવ્યું હતું કે, અમારા મંત્રીઓએ કહ્યું કે તેઓ આ અંગે ચર્ચા કરશે. શિક્ષણ વિભાગ કેવી દરખાસ્ત લઈને આવે છે તે જોઈએ.

કર્ણાટકના મુખ્યમંત્રી બોમ્મઈએ જણાવ્યું હતું કે, ભગવદ્ ગીતા વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યોનું આરોપણ કરશે. ભગવદ્ ગીતા શીખવાડવાનો મુખ્ય આશય નૈતિક મૂલ્યોનું શિક્ષણ આપવાનો છે. જોકે, વ્યાપક ચર્ચા પછી આ અંગેની વિગતો જાહેર કરાશે. ગુજરાત સરકારના નિર્ણય પછી કર્ણાટકમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મંત્રી બી. સી. નાગેશે શુક્રવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નૈતિક શિક્ષણના ભાગરૂપે અભ્યાસક્રમમાં તેના સમાવેશ અંગે શિક્ષણવિદો સાથે ચર્ચા કરશે.

જોકે, કર્ણાટકની સ્કૂલોમાં ભગવદ્ ગીતાના અભ્યાસ અંગે વિચારણાની સાથે જ વિવાદ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના નેતા રહેમાન ખાને કહ્યું કે, આવું કરવા પાછળ ભાજપનો સ્વાર્થ છે. કારણ કે નવી શિક્ષણ નીતિને હિન્દુત્વની નીતિના આવરણમાં ઓઢવાનો જ ભાજપનો આશય છે. દરેક ધાર્મિક પુસ્તક ધર્મ શીખવાડે છે. તમે એમ ન કહી શકો કે માત્ર ગીતા જ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ શીખવાડે છે. વિદ્યાર્થીઓને બધા જ ધાર્મિક પુસ્તકો ભણાવવા જોઈએ.

Read Also

Related posts

સિવિલમાં જુનિયર ડોક્ટરોની હડતાળ: ૧૦ દિવસમાં ૬૦૦ ઓપરેશન રદ; ઓપીડીમાં લાંબી લાઇનો

Damini Patel

મહારાષ્ટ્રમાં મહાભારત / શું એકનાથ શિંદે સામે હથિયાર હેઠા મુકવા તૈયાર છે ઉદ્ધવ ઠાકરે? આડકતરી રીતે આપી દીધી આ ઑફર

Karan

ઝઘડાની અદાવતમાં ગંદુ કૃત્ય, દરિયાપુરના શખ્સે સગીરા સાથે તકરાર કરી કપડા ફાડી છેડતી કરી

Damini Patel
GSTV