GSTV
India News Trending Videos

બાજી પલટી/ ગેહલોતને બદલે કમલનાથ-દિગ્વિજયની વિચારણા, ગહેલોતને નથી છોડવી રાજસ્થાનની ખુરશી

કોંગ્રેસના પ્રમુખપદે બેસવા માટે અશોક ગેહલોતે શરતી તૈયારી બતાવતાં સોનિયા અને રાહુલ ગાંધી જૂથે બીજાં નામોની વિચારણા કરવા માંડી છે. સોનિયાએ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીઓ કમલનાથ અને દિગ્વિજય સિંહને ઉમેદવારી નોંધાવવા માટે તૈયાર રહેવા કહ્યું હોવાનું કહેવાય છે. બીજી તરફ બળવાખોર જૂથ તરફથી ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારી ઝંપલાવશે એ નક્કી છે. સોનિયાએ દિગ્વિજય સિંહને તાત્કાલિક મળવા બોલાવ્યા છે જ્યારે કમલનાથ સાથે ફોન પર વાત થઈ હોવાનું મનાય છે.

સોનિયા-રાહુલ ગેહલોતને પ્રમુખપદે બેસાડવા માગે છે પણ ગેહલોત રાજસ્થાનનનું મુખ્યમંત્રીપદ છોડવા તૈયાર નથી. ગેહલોતે સ્પષ્ટ કરી દીધું છે કે, કોંગ્રેસ પ્રમુખ બનીશ તો પણ થોડો સમય રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે ચાલુ રહીશ.

ગેહલોતની વાતથી મૂંઝાયેલાં સોનિયાએ રાહુલ ગાંધીને દિલ્હી બોલાવીને ચર્ચા કરતાં તેમાં કમલનાથ અને દિગ્વિજયના વિકલ્પ પર ચર્ચા થયાનો સૂત્રોનો દાવો છે. બીજી તરફ મનીષ તિવારીએ તો પંજાબમાં કોંગ્રેસના સ્ટેટ ડેલિગેટ્સને મળવાનું પણ ચાલુ કરી દીધું છે કે જેથી ફોર્મમાં સહી કરવા 10 ડેલિગેટ્સની સહી મળી જાય.

READ ALSO

Related posts

ફક્ત 8.49 લાખ રૂપિયામાં Tata Tiago EV કાર થઈ લોન્ચ, આવતા મહિનાથી બુકિંગ શરૂ

Hemal Vegda

Viral Video/ બાઇક ચોરીને ભાગી રહ્યા હતા ચોર, ગાર્ડની સૂઝબૂઝથી પકડાઇ ગયા

Damini Patel

PFI પર પ્રતિબંધ / અજમેર દરગાહના આધ્યાત્મિક પ્રમુખે કહી આ મોટી વાત, જાણો

Hemal Vegda
GSTV