જો તમે તમારી બેંક બદલવાનું વિચારી રહ્યા છો તો ધ્યાનમાં રાખો કે આ એક મહત્વપૂર્ણ નિર્ણય છે. આ માટે, તમારે દરેક રીતે વિચારવું જોઈએ અને તે પછી જ બેંકને બદલવા વિશે નિર્ણય લેવો જોઈએ.
વધુ સારી સુવિધાનો અર્થ વધુ ચાર્જીસ
જો તમને લાગે કે તમારી બેંકની સર્વિસ નિશ્વિત માપદંડો અનુસાર નથી, તો પછી તમે તમારી પસંદની બેંક પસંદ કરી શકો છો. પરંતુ ધ્યાનમાં રાખો કે વધુ સારી ગ્રાહક સેવા માટે ફી ચૂકવવી પડશે. જો તમે સારી સેવાઓ માટે વધુ કિંમત ચૂકવવા તૈયાર છો, તો જ બેંક બદલવાનું નક્કી કરો. ઉદાહરણ તરીકે, એક તરફ જ્યાં સરકારી બેંકોમાં 2 હજાર-3 હજાર રૂપિયાના મિનિમ બેલેન્સની જરૂર પડે છે ત્યાં પ્રાઇવેટ બેંકોમાં તેનાથી 4થી 5 ગણી રકમ મેંટેન કરવી પડે છે.

ઘણી ખાનગી બેન્કો ગ્રાહકોને સારી સેવાઓ પ્રદાન કરવાના બદલામાં વધુ ચાર્જ લે છે. જો તમારે કોઈ ખાનગી બેંકમાં જવું હોય, તો પ્રથમ સેવાઓ માટે લેવામાં આવતી ફી વિશેની માહિતી મેળવો.
પ્રોડક્ટ પોર્ટફોલિયો
તમારી બેંકનો પ્રોડક્ટ પોર્ટફોલિયો જો તમારી જરૂરિયાતો સાથે મેળ ખાતો નથી, તો તમે શિફ્ટ કરી શકો છો. તમારી બેંક એવી સેવાઓ પણ ઑફર કરી શકે છે કે જેની તમને જરૂર નથી અથવા નથી જોઈતી. પરંતુ, તમારા માટે તમારા પાસેથી તેના ચાર્જીસ લેવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમે બેંક બદલવા વિશે વિચારી શકો છો.

બ્રાન્ચનું લોકેશન અને ટાઇમિંગ
નેટ બેંકિંગ અથવા મોબાઇલ બેંકિંગનો ઉપયોગ ન કરતાં લોકો માટે બેંક શાખાને ખોલવા અને બંધ કરવા માટેનો સમય મહત્વપૂર્ણ છે. બેંક બદલવાનું નક્કી કરતી વખતે આવા લોકો માટે આ મુખ્ય પગલું હોઈ શકે છે. શાખા એવી જગ્યાએ હોવી જરૂરી છે જ્યાં આવવા જવા માટે પરિવહનના સાધનો ઉપલબ્ધ હોય.
ઉંચા વ્યાજ દર
મોટાભાગની બેન્કો બચત ખાતા પર લગભગ 4 ટકા વ્યાજ ચૂકવે છે. ઘણી બેંકો આના કરતા વધારે વ્યાજ દર ઓફર કરીને ગ્રાહકોને આકર્ષિત કરે છે. શું તમારે ફક્ત આ કારણોસર તમારી બેંક બદલવી જોઈએ. જ્યારે તમારા ખાતામાં મોટી રકમ હોય ત્યારે ઉંચા વ્યાજ દરથી ઘણો ફરક પડે છે. જો વર્ષ દરમિયાન ખાતામાં તમારું સરેરાશ બેલેંસ રૂ.40 હજાર છે, તો તમે 5.5 ટકા વ્યાજ આપનારા ખાતામાં શિફ્ટ કરશો તો દર મહિને તમને લગભગ 5૦ રૂપિયા વધુ મળશે. જ્યાં સુધી તમારા ખાતામાં મોટી રકમ (1 લાખ રૂપિયા અને તેથી વધુ) ના હોય ત્યાં સુધી તે વધારે ફરક પડશે નહીં.
બેંકની મજબૂતી
તમારું ખાતું તે જ બેંકમાં શિફ્ટ કરો કે જેની બેલેન્સશીટ મજબૂત હોવી જરૂરી છે. આવી બેંકોનો તેમનો કારોબાર સમેટવાની સંભાવના ઓછી છે. ખાનગી બેંકો કરતાં સરકારી બેંકો વધુ સુરક્ષિત છે. પરંતુ મોટી ખાનગી બેંકો પણ મજબૂતીની દ્રષ્ટિએ ઓછી નથી.
Read Also
- આઈશા કેસ/ આંખોમાંથી લોહી નીકળે એવો માર મારતો હતો નરાધમ, દહેજ ભૂખ્યા સાસરિયાં વારંવાર રૂપિયાની કરતા હતા ઉઘરાણી
- વડાપ્રધાન મોદી પર બની રહી છે વધુ એક ફિલ્મ: મોદીના જન્મદિવસ પર થશે રિલીઝ, આ કલાકાર નિભાવશે પીએમનું પાત્ર
- અતિ અગત્યનું/ હવે ઘરબેઠા મળી જશે ડ્રાઈવિંગ લાઈસન્સ : આરસી સહિતની 18 સેવાઓ સરકારે આજે ઓનલાઈન કરી, ધક્કા ટળ્યા
- જમ્મુ-કાશ્મીર ફરવા જવાની ઈચ્છા ધરાવતા લોકો માટે આવી ખુશખબર, ધરતીનું સ્વર્ગ પ્રવાસીઓ અને સહેલાણીઓને આવકારવા માટે આતુર
- ભાઈ જ ભાઈને કામ આવે/ મુકેશ અંબાણીએ નાના ભાઈ અનિલ અંબાણીને આપ્યો ટેકો, 3,515 કરોડ રૂપિયાના કેસમાં મળી આ રાહત