GSTV

કામના સમાચાર / હવે જુના કાર-બાઈક રાખવા પડશે વધુ મોંઘા! સરકાર કરી રહી છે નવા ટેક્સ ફટકારવાની તૈયારી

Last Updated on March 29, 2021 by Pritesh Mehta

ભારતમાં હજી પણ રસ્તાઓ પર 15 વર્ષ કરતા જુના ચાર કરોડ વાહનો દોડી રહ્યા છે.જેના પર ગ્રીન ટેક્સ લગાવવા માટે કેન્દ્ર સરકાર તૈયારીઓ કરી રહી છે. આવા જુના વાહનોના આંકડાનુ કેન્દ્ર સરકારે ડિજિટલાઈઝેશન કર્યુ છે.જોકે તેમાં આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને તેલંગાણાના વાહનોનો આંકડો બાકી છે.

15 વર્ષ કે તેથી જુના વાહનોના કારણે ભારે પ્રદુષણ ફેલાતુ હોય છે.આવા વાહનોને અંકુશમાં લેવા માટે સરકાર તેના પર ગ્રીન ટેક્સ લગાવવા માંગે છે.આ પ્રસ્તાવને રાજ્યો સમક્ષ વિચારણા માટે મોકલી અપાયો છે.

દરેક રાજ્યમાં અને શહેરમાં પ્રદુષણની માત્રાના આધારે ગ્રીન ટેક્સ લગાવવા સરકારની વિચારણા છે. આ ગ્રીન ટેક્સ વાહનના રજિસ્ટ્રેશન ફીના 10 થી 50 ટકા સુધી હોઈ શકે છે. દેશમાં કર્ણાટકમાં 15 વર્ષ કરતાં જૂના વાહનોની સંખ્યા 70 લાખ છે.ઉત્તર પ્રદેશમાં 56 લાખ, રાજધાની દિલ્હીમાં 49 લાખ, કેરળમાં 34 લાખ, તામિલનાડુમાં આવા 33 લાખ પંજાબમાં 25 લાખ વાહનો છે.

પશ્ચિમ બંગાળમાં 22 લાખ  તેમજ મહારાષ્ટ્ર, ઓડિશા, ગુજરાત, રાજસ્થાન અને હરિયાણામાં આવા વાહનોની સંખ્યા 12 થી 17 લાખની વચ્ચે છે.જ્યારે ઝારખંડ, ઉત્તરાંખંડ, છત્તીસગઢ, હિમાચલ , પોંડીચેરી, આસામ, બિહાર, ગોવા, ત્રિપુરા તેમજ દાદરા નગર હવેલી તથા દીવ દમણમાં આવા વાહનોની સંખ્યા એક લાખથી પાંચ લાખ વચ્ચેની છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

UP Opinion Polls / ભાજપ અને સપા વચ્ચે જબરદસ્ત ટક્કર, કોણ મારશે બાજી? જાણો યુપીના 11 લાખ લોકોએ શું આપ્યો જવાબ

GSTV Web Desk

UP ચૂંટણી! શું ભાજપ આવશે કે જશે? મત વિસ્તારના લોકોનો રોષ જોઈને ભાગવું પડ્યું નેતાને! હાથ જોડીને કારમાં બેસીને થયા પલાયન

pratik shah

મોટા સમાચાર : સરકાર સાથેની બેઠક બાદ તબીબોનો મોટો નિર્ણય, આજથી ડોક્ટરો ઉતરવાના હતા હડતાળ પર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!