GSTV
Home » News » પાસવર્ડ વગર પણ યુઝ કરી શકો છો વાઈ-ફાઈ, ફોલો કરો આ સ્ટેપ્સ

પાસવર્ડ વગર પણ યુઝ કરી શકો છો વાઈ-ફાઈ, ફોલો કરો આ સ્ટેપ્સ

આપણા જીવનમાં ઈન્ટનેટનું એટલું મહત્ત્વ છે કે તેના કારણે કામ ઘણું આસાન થઈ જાય છે. હંમેશાં લોકો ઈન્ટરનેટના માધ્યમથી કનેક્ટેડ રહેવા માગે છે. પરંતુ ક્યારેક કયારેક વધારે પડતો ડેટા યુઝ થવાના કારણે એવી સ્થિતિ થાય છે કે વાઈ-ફાઈની જરૂર પડે છે. એવું પણ બનતું હોય છે કે કોઈ વ્યક્તિ આપણા ત્યાં આવે છે અને આપણા વાઈ-ફાઈનો પાસવર્ડ શેર કરવાનું કહે છે.

ઘણી વાર આપણે પણ કોઈને ત્યાં જઈને વાઈ-ફાઈ યુઝ કરતા હોઈએ છીએ. પરંતુ કોઈ પાસેથી પાસવર્ડ માગતા ખચકાટ અનુભવતા હોઈએ છીએ. પણ આપણે પાસવર્ડ વગર પણ કનેક્ટ થઈ શકીએ છીએ. એક વિકલ્પ છે જેનાથી તમે કોઈની પાસે પાસવર્ડ નહીં માગવો પડે અને ન પણ કોઈને પાસવર્ડ આપવાની. તેના માટે આપણે QR codeને સ્કેન કરીને તેની મદદથી વાઈ-ફાઈથી જોઈન શકીએ છીએ.

આ એન્ડ્રોઈડ અને ios બંને યુઝર્સ માટે સરળ છે. તે કરવા માટે કેટલાક સામાન્ય સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે. આ વાત નોટ કરવા જેવી છે જે એવી સાઈડ્સ છે જેને વાઈ-ફાઈનું નામ અને પાસવર્ડ QR codeમાં બદલશે. જેમ કે ww.qrstuff.com and zxing.appspot.com
વાઈ-ફાઈ ફોલો કરવા માટે કરો સ્ટેપ્સ

-આમાંથી કોઈપણ વેબસાઈટ પર વિઝિટ કરો અને ‘WiFi Network’ or ‘WiFi Login’વિકલ્પ પસંદ કરો.
-SSID સેક્સનમાં વાઈ-ફાઈનું નામ ટાઈપ કરો.
-તેના પછી પાસવર્ડ ટાઈપ કરો.
-નેટવર્ક ટાઈપને સેલેક્ટ કરો.

-Generate અથવા download QR code પર ક્લીક કરો.
એક વાર ડાઉનલોડ થઈ જવા પર પ્રિન્ટ આઉટ કાઢી શકો છો. જેથી ક્યારે પણ જરૂર પડે ત્યારે તેને સ્કેન કરીને ક્નેકટ કરી શકો. એ ઉપરાંત કેમેરાથી પણ સ્કેન કરી શકો છો. કેટલાક એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં ક્યૂઆર કોડ સ્કેન કરવાનું ફીચર આપ્યું નથી હોતું. આ સ્થિતિમાં ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ સ્કેનિંગ એપ ડાઉનલોડ કરી શકો છો.

Read Also

Related posts

કોંગ્રેસને મોટો ફટકો આ કદાવર નેતા જોડાયા ભાજપમાં

Mayur

માંડ-માંડ બચ્યું 153 મુસાફરો સાથેનું વિસ્તારા વિમાન, માત્ર 10 મિનિટ ચાલે એટલું જ ઈંધણ હતું અંદર

NIsha Patel

6 વર્ષની માસૂમ બની હેવાનિયતનો ભોગ, નરાધમે એવી હાલત કરી કે શરીરના એક-એક અંગ પર લેવા પડ્યા ટાંકા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!