GSTV
Home » News » કોંગ્રેસના શક્તિ પ્રદર્શનને લાગ્યું 1984નું ગ્રહણ, ગાંધી પરિવારના ખાસ નેતાને સજા

કોંગ્રેસના શક્તિ પ્રદર્શનને લાગ્યું 1984નું ગ્રહણ, ગાંધી પરિવારના ખાસ નેતાને સજા

શીખ રમખાણ મામલે 34 વર્ષ બાદ દિલ્હી હાઈકોર્ટની ડબલ બેંચ ચુકાદો આપ્યો છે. કોર્ટે કોંગ્રેસ નેતા સજ્જન કુમારને દોષી જાહેર કર્યા છે. કોર્ટે સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે કોંગ્રેસ નેતા બલવાન ખોખર, કેપ્ટન ભાગમલ અને ગીરધારી લાલની આજીવનની સજા યથાવત્ રાખી છે. જ્યાર પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર યાદવ અને કિશન ખોખરની સજા વધારી 10-10 વર્ષ કરવામાં આવી છે.

    null
  • સજ્જન કુમારને આજીવન કેદ
  • ૧ નવેમ્બર, ૧૯૮૪માં કોમી રમખાણ દરમિયાન હત્યાનો આરોપ
  • દિલ્હીના રાજનગર વિસ્તારમાં પાંચ લોકોની હત્યાનો આરોપ
  • ૨૦૦૫માં નાણાવટી કમિશનની રજૂઆત બાદ ફરીવાર કેસ ખુલ્યો
  • ૩૦ એપ્રિલ, ૨૦૧૩માં ન્યાયાધીશ જે.આર. આર્યને દોષ મુક્ત જાહેર કર્યા
  • ૨૭ ઓક્ટોબર, ૨૦૧૮માં દિલ્હી હાઈકોર્ટે ચુકાદો અનામત

શીખ રમખાણમાં કોંગ્રેસના નેતા સજ્જન કુમાર આરોપી છે. 1984માં દિલ્હીના રાજનગર વિસ્તારમાં એક પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી દેવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટની ડબલ બેંચના ન્યાયાધિશ એસ. મુરલીધર અને ન્યાયાધિશ વિનોદ ગોયલની બેંચે 29 ઓક્ટોબરના રોજ સીબીઆઈ, પીડિત અને દોષિતોની તમામ દલિલ સાંભળીને ચુકાદો અનામત રાખ્યો હતો. દિલ્હી હાઈકોર્ટમાં આ મામલે કુલ સાત જેટલી અપીલ કરવામાં આવી હતી.

આ પહેલા 2013માં કોંગ્રેસ નેતા સજ્જન કુમારને નીચલી કોર્ટે દોષ મુક્ત જાહેર કર્યા હતા. કોર્ટે સજ્જન કુમાર સિવાયના તમામ આરોપીને દોષી જાહેર કર્યા હતા. જેમા કોંગ્રેસ નેતા બલવાન ખોખર, કેપ્ટન ભાગમલનો સમાવેશ થાય છે. કોર્ટના ચુકાદા બાદ અકાલી દળના નેતા મનજિંદસિંહ સિરસાએ જણાવ્યુ હતુ કે, કોર્ટનો અમે આભાર માનીએ છીએ. સજ્જન કુમાર અને જગદીશ ટાઈટલરને ફાંસીના ફંદા સુધી પહોંચાડવા અને ગાંધી પરિવારને જેલ સુધી પહોંચાડવા અમારો સંઘર્ષ શરૂ રહેશે.

Related posts

બાબા રામદેવનો મિલ્ક માર્કેટમાં ધમાકેદાર પ્રવેશ, 4 રૂપિયા સસ્તું આપશે દૂધ

Nilesh Jethva

સુરતના અગ્નિકાંડના દિલ્હી સુધી પડ્યા પડઘા, કેજરીવાલ સરકારે આપ્યા આ આદેશ

Mansi Patel

મોદી સરકારમાં ગુજરાતના 4 નેતાઓને મળી શકે છે પ્રધાનપદ, આ સાંસદને લાગશે લોટરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!