GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

દિલ્હી હિંસા સામે ગુજરાતમાં કોંગ્રેસની અહિંસા યાત્રા, મોદી અને શાહને ભરાવવાનો પ્લાન

દિલ્હી હિંસા મામલે દિલ્હી સરકારની આકારણી મુજબ 79 મકાનો અને 327 દુકાનો ખાખ થઈ ગઈ છે. દિલ્હી સરકારે તોફાનોમાં જાન-માલના નુકસાનનું મૂલ્યાંકન કર્યુ છે. જેમાં મળતી માહિતી મુજબ રમખાણો દરમિયાન 79 મકાનો અને 327 દુકાનો રાખ થઈ ગઈ હતી અને 168 ઘરોમાં ભારે અગ્નિદાહ થયો હતો. અત્યાર સુધીમાં 41 મૃતકોની ઓળખ થઈ ચુકી છે. કોંગ્રેસ અને વિપક્ષ અમિત શાહના રાજીનામાની માગ કરી રહ્યાં છે. મનમોહન સિંહે મોદીને રાજધર્મનું પાલન કરવાની અપીલ કરી છે. છેલ્લા 2 દિવસથી રાજ્યસભા અને લોકસભામાં દિલ્હી હિંસા મામલે હોબાળો થઈ રહ્યો છે.

દિલ્હી હિંસાનો જવાબ આપશે કોંગ્રેસ

ભાજપે એમપીમાં સરકાર ઉથલાવાનો પ્રયાસ કરી દિલ્હીનો મામલો ડાયવર્ટ કરવાનો પ્રયાસ કર્યો જોકે, આ મામલે સફળતા મળી નથી. પણ દિલ્હી હિંસાનો જવાબ આપવા માટે કોંગ્રેસ ગુજરાતમાં દાંડી યાત્રા કાઢી અહિંસાનો વિશ્વભરમાં સંદેશો આપવાનો પ્લાન ઘડી ચૂકી છે. જો આ પ્લાન સફળ રહ્યો તો ભાજપ ઘેરાઈ જશે. હિંસા સામે અહીંસાનો સંદેશ આપવા માટે મોદી અને શાહના હોમસ્ટેટની પસંદગી કરાઈ છે. કારણ કે ભાજપ મોદી અને શાહને ગુજરાતમાં વ્યસ્ત બનાવવા માગે છે. હાલમાં નીતિન પટેલના મામલે કોંગ્રેસે ખુલ્લેઆમ સીએમ પદની કરેલી ઓફર એ રણનીતિનો ભાગ છે. કોંગ્રેસ ગુજરાત સરકારને પણ સ્થાનિક રાજકારણમાં ઉલઝાવી રાખીને કેન્દ્રને ઘેરવાનું પ્લાનિંગ કરી ચૂકી છે.

રાહુલ સાથે જોડાશે બહેન પ્રિયંકા

12મી માર્ચના રોજ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાત આવીને દાંડીયાત્રા યોજી શકે છે. દેશમાં બનેલી હિંસાની ઘટનાઓ સામે કોંગ્રેસ ગાંધીજીનો અહિંસાનો સંદેશ આપશે. તો રાહુલ ગાંધી સાથે આ દાંડિયાત્રામાં રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી પણ જોડાઇ શકે છે. આ દાંડીયાત્રા કોંગ્રેસના ઇતિહાસમાં સૌથી મોટી દાંડીયાત્રા હોય તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. નોંધનીય છેકે દિલ્હી ખાતે મળેલી કોંગ્રેસના નેતાઓની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.

સ્થાનિર સ્વરાજની ચૂંટણી પહેલાં કોંગ્રેસનો માસ્ટરસ્ટ્રોક

આ યાત્રામાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનીયા ગાંધી અને કોંગ્રેસ શાસિત રાજ્યના સીએમને આમંત્રણ આપવામાં આવી રહ્યુ છે. 12 માર્ચથી અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી સુધીની કૂચ કરવામાં આવશે. જે રૂટ પર ગાંધીજીએ યાત્રા કાઢી હતી તે જ રૂટ પર આ યાત્રા નીકળશે. ગાંધીજી દાંડીયાત્રા માટે 24 દિવસ સુધી 16થી 19 કિલોમીટર રોજ ચાલ્યા હતા. ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આ દાંડીયાત્રા સરકારની પરેશાનીનું કારણ બની શકે છે.

કોંગ્રેસ ભાજપને ઘેરવા મોદી-શાહના ગઢમાં

કોંગ્રેસ કોઈ પણ સંજોગોમાં દિલ્હી હિંસાનો મામલો છોડવા માગતી નથી. ભાજપ પાસે આ દુખતી નસ છે. મોદીએ આજે તમામ કેબીનેટ મંત્રીઓની બોલાવેલી બેઠક સામે કોંગ્રેસના સાંસદોની પણ બેઠક ચાલી રહી છે. ગઈકાલે કોંગ્રેસના કદાવર નેતા અધિર રંજનના ઘર પર હુમલો થયો છે. જેના સ્ટાફને પણ માર મરાયો છે. કોંગ્રેસ ભાજપને ઘરમાં ઘેરવા માટે ગુજરાતમાં જ મોદી અને અમિતશાહને ઘેરવા માટે પ્લાન ઘડ્યો છે. જે અંતર્ગત ગુજરાતમાં દાંડીકૂચ યાત્રા કાઢશે. જેમાં હિંસાની સામે અહિંસાનો સંદેશ આપશે. આ યાત્રામાં કોંગ્રેસના તમામ કદાવર નેતાઓ સાથે રાજ્યોના સીએમ પણ હાજર રહેશે. એવું બને કે વિપક્ષ પણ હાજર રહે.

ગુજરાતમાં જ દબાણ વધારાશે

રાહુલ ગાંધી આ મામલે સક્રિય થયા છે. ગાંધી પરિવાર 12મી માર્ચના રોજ ગુજરાત આવી શકે છે. દિલ્હી હિંસા સામે કોંગ્રેસની અહીંસા યાત્રા નીકળી તો ભાજપ વધુ ભીંસમાં મૂકાશે. કોંગ્રેસ દિલ્હી હિંસાના મામલે અમિત શાહનું રાજીનામું માગી રહી છે. જે પ્રેશર ઉભુ કરવા માટે ગુજરાતમાં જ દબાણ વધારશે. કોંગ્રેસે મોદી અને શાહને ગુજરાતમાં ઘેરવા માટે કરેલું પ્લાનિંગ કેટલું સફળ રહેશે એ તો સમય બતાવશે પણ હાલમાં આ મામલે રાજનીતિ ગરમાઈ ગઈ છે.

READ ALSO

Related posts

વાવાઝોડાનું સંકટ: દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે યલો એલર્ટ, સુરતથી 710 કિલોમીટર દૂર ડીપ ડિપ્રેશન

pratik shah

લોકડાઉનમાં છૂટછાટ આ જિલ્લાને ભારે પડી: 24 કલાકમાં 36 નવા કેસ, એકનું મોત

Bansari

અનલોક-1: સુરતથી સૌરાષ્ટ્ર જતા રહેલા 3.94 લાખ કારીગરોને પરત ફરવા નિયમો નડ્યાં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!