GSTV
Home » News » રમખાણોમાં કોંગ્રેસના કદાવર નેતાને થઈ આજીવન કેદ, જજ ફેંસલો સંભળાવી રડી પડ્યા

રમખાણોમાં કોંગ્રેસના કદાવર નેતાને થઈ આજીવન કેદ, જજ ફેંસલો સંભળાવી રડી પડ્યા

સિખ રમખાણ મામલે 34 વર્ષ બાદ દિલ્હી હાઈકોર્ટની ડબલ બેંચ ચુકાદો આપ્યો છે. કોર્ટે કોંગ્રેસ નેતા સજ્જન કુમારને દોષિ જાહેર કર્યા છે. સિખ રમખાણમાં કોંગ્રેસના નેતા સજ્જન કુમાર આરોપી છે. 1984માં દિલ્હીના રાજનગર વિસ્તારમાં એક પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં સજજન કુમારને આજીવન કેદ ફટકારવામાં આવી છે. સજજ્ન કુમારે 31મી સુધી જેલમાં હાજર થવું પડશે. કોંગ્રેસના નેતાને 5 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. અને દોષિતોને દંડ પેટે અેક -એક લાખ રૂપિયા ચૂકવવા પડશે. ન્યાય આપવામાં મોડું થતાં જજ ફેંસલો સંભળવાતી સમયે રડી પડ્યા હતા.

દિલ્હી હાઈકોર્ટની ડબલ બેંચના ન્યાયાધિશ એસ. મુરલીધર અને ન્યાયાધિશ વિનોદ ગોયલની બેંચે 29 ઓક્ટોબરના રોજ સીબીઆઈ, પીડિત અને દોષિતોની તમામ દલિલ સાંભળીને ચુકાદો અનામત રાખ્યો હતો.

દિલ્હી હાઈકોર્ટમાં આ મામલે કુલ સાત જેટલી અપીલ કરવામાં આવી હતી. આ પહેલા 2013માં કોંગ્રેસ નેતા સજ્જન કુમારને નીચલી કોર્ટે દોષ મુક્ત જાહેર કર્યા હતા. કોર્ટે સજ્જન કુમાર સિવાયના તમામ આરોપીને દોષી જાહેર કર્યા હતા. જેમા કોંગ્રેસ નેતા બલવાન ખોખર, કેપ્ટન ભાગમલનો સમાવેશ થાય છે.

Related posts

સુરતના અગ્નિકાંડના દિલ્હી સુધી પડ્યા પડઘા, કેજરીવાલ સરકારે આપ્યા આ આદેશ

Mansi Patel

મોદી સરકારમાં ગુજરાતના 4 નેતાઓને મળી શકે છે પ્રધાનપદ, આ સાંસદને લાગશે લોટરી

Nilesh Jethva

મધ્યપ્રદેશમાં રાજકીય સંકટ વધુ ઘેરાયું, CM કમલનાથે સરકાર બચાવવા મંત્રીઓને આપી સૂચના

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!