કેરળમાં કોંગ્રેસના બે કાર્યકરોની હત્યા બાદ દિલ્હીમાં કોંગ્રેસનો ઉગ્ર દેખાવ

કેરળમાં કોંગ્રેસના બે કાર્યકરોની હત્યા બાદ દિલ્હીમાં કોંગ્રેસે ઉગ્ર દેખાવો કર્યો. કોંગ્રેસના કાર્યકરોએ સીપીએમના કાર્યાલય બહાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ. કેરળમાં કોંગ્રેસ નેતા રમેશ ચેન્નિથલાએ સત્તારૂઠ સીપીએમ પર કોંગ્રેસના કાર્યકરોની હત્યાનો આરોપ લગાવ્યો છે.

કોંગ્રેસનું કહેવુ છે કે, લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે સીપીઆઈ દ્વારા હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો છે. હત્યા પાછળ સીપીએમના નેતા બાલાકૃષ્ણન માસ્ટરનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. આ પહેલા પણ કેરળમાં રાજકીય હત્યા થઈ છે. ગત વર્ષે કન્નૂર પાસે ભાજપના કાર્યકર્તાની હત્યા કરી દેવામાં આવી હતી. જ્યારે તાજેતરમાં કોંગ્રેસના બે કાર્યકર્તાની હત્યાના કારણે ફરીવાર રાજકારણ ગરમાયુ છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter