કૉંગ્રેસનો મોટો દાવ: હવે બોલિવૂડની સુપરસ્ટાર હિરોઈનને ભોપાલથી લડાવશે લોકસભાની ચૂંટણી!!

શું ભોપાલથી ફિલ્મ એક્ટ્રેસ કરીના કપુર લોકસભા ચૂંટણી લડશે. તેમને કોંગ્રેસ તરફથી ટિકિટ આપવામાં આવશે એવી ચર્ચા ચાલી રહી છે. પાર્ટીના કેટલાક નેતાએ આવી ઇચ્છાઓ હાઈકમાન રાહુલને કહી દીધી છે. કરીનાનાં સસરા મંસુર અલી ખાન પટૌડી આગળ ભોપાલથી ચૂંટણી લડી ચૂક્યા છે. જોકે તેઓ હારી ગયા હતા.

ભોપાલના કેટલાક સ્થાનિક નેતાઓ બોલીવુડની ગ્લેમર ગર્લ્સ કરીનાને ભોપાલથી સાંસદ બનતી જોવા માંગે છે. આ નેતાઓએ કરીનાને ભૉપાલથી ટિકિટ આપવાની માંગ કરી છે. તેના પાછળ તેમની દલીલ એ છે કે જો ભોપાલ બેઠક ભાજપથી છીનવી લેવી હોય તો તો આવો જ કોઈપણ ચહેરો કોંગ્રેસને અહીંથી મેદાનમાં ઉતારવો પડશે.

1991માં કરીનાનાં સસરા મંસુર અલી ખાન પટૌડી આગળ ભોપાલથી ચૂંટણી લડી ચૂક્યા છે. રાજીવ ગાંધીએ તેમને ટિકિટ આપી હતી અને પ્રચાર માટે ભોપાલ આવ્યા હતા. જોકે પટૌડી ચૂંટણી હારી ગયા હતા.

આ નેતાઓનું નેતૃત્વ પાર્ષદ ગુડ્ડુ ચૌહાણ કરી રહ્યાં છે. આ નેતાઓએ કરીનાનાં સસરા નવાબ મંસુર અલી ખાન દ્વારા કરીનાનું ભોપાલ સાથે કનેક્શન જોડે છે. કરીનાને ટિકિટ આપવા માંગે છે. સી.એમ. કમલનાથ સામે આ ભલામણ કરવામાં આવી છે. કોંગ્રેસના પાર્ષદએ દલીલ કરી છે કે બીજેપીના અભેદ્ય કિલ્લામાં ભંગાણ કરવું હશે તો પટૌડી કુટુંબની વહુ કરીનાને કોંગ્રેસની ટિકિટ આપી ચૂંટણી લડાવવી જોઈએ. કરીનાં જ અહીં ભાજપને હરાવી શકશે. પાર્ષદે કહ્યું કે આ જ સૌથી યોગ્ય તક છે.

મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનવાથી પાર્ટી કાર્યકર્તાઓ અત્યંત ઉત્સાહિત છે. આ જ કારણ છે કે તેઓ માને છે કે પક્ષના કાર્યકર્તાઓનો ઉત્સાહ, પટૌડી કુટુંબનો પ્રભાવ અને કરીનાના ગ્લેમરથી આગામી લોકસભાની ચૂંટણીઓમાં ભૉપાલ બેઠક જીતી શકાય એમ છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter