GSTV
Home » News » કોંગ્રેસના આ સીનિયર નેતાના પુત્રએ ભાજપમાં પ્રવેશ કરવાનો નિર્ણય લીધો

કોંગ્રેસના આ સીનિયર નેતાના પુત્રએ ભાજપમાં પ્રવેશ કરવાનો નિર્ણય લીધો

congress leader son join bjp

કોંગ્રેસના સીનિયર નેતા અને વિધાનસભાના વિપક્ષના નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલના પુત્ર સુજય વિખે પાટીલ આગામી મંગળવાર (આવતીકાલ) ૧૨ માર્ચના રોજ મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં ભાજપમાં પ્રવેશ કરશે એવું સૂત્રોએ જણાવ્યું હતું. અહમદનગરની જગા કોંગ્રેસને મળે એવી શક્યતા દેખાતી ન હોવાથી તેમણે આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.

સુજય વિખે પાટીલે જણાવ્યું હતું કે કોંગ્રેસને નગરની જગા મળવાની નથી એટલે ભાજપમાં પ્રવેશ કરવાનો નિર્ણય લીધો છે. ભાજપ અહીંની બેઠક પર મને ચૂંટણી લડવા આપશે.

દરમિયાન, સુજયને નગરમાંથી ચૂંટણી લડવી હોય તો એન.સી.પી.ની ટિકિટ પર ચૂંટણી લડવાનો પ્રસ્તાવ એન.સી.પી.એ આપ્યો હતો. સુજયને એન.સી.પી.માં લઈને ટિકિટ આપવાના અવેજીમાં કોંગ્રેસે નગરની જગા છોડવી એવો કોંગ્રેસે આગ્રહ ધર્યો હતો.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી નગરના પ્રશ્ન પર ધ્યાન કેન્દ્રિત કરવાની માહિતી મળી હતી. રાજધાની દિલ્હીમાં સોમવારે થનારી બેઠકમાં રાહુલ ગાંધી દક્ષિણ નગરની બેઠક બાબતે મધ્યસ્થી કરવાના હોવાની માહિતી હતી. ઔરંગાબાદ અને અહમદનગર એમ બન્ને જગા પર લોકશાહી આઘાડીમાં અંતિમ નિર્ણય થયો નથી.

સુજય વિખે પાટીલ ભાજપમાં જોડાશે એવી ચર્ચા અનેક દિવસોથી ચાલતી હતી. ગઈકાલે તેઓ ભાજપના નેતા અને પ્રધાન ગિરીશ મહાજન સાથે હેલિકોપ્ટરમાં એકત્રિત પ્રવાસ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે વિખે પાટીલનો ઈતિહાસ પાર્ટી બદલવાનો છે. રાધાકૃષ્ણ વિખે પાટીલના પિતા બાળાસાહેબ અગાઉ કોંગ્રેસ છોડીને શિવસેનામાં જોડાયા હતા અને કેન્દ્રીય પ્રધાન બન્યા હતા. જ્યારે ભગવી યુતિ સત્તા પરથી હટી ગઈ ત્યારબાદ વિખે પાટીલ પાછા કોંગ્રેસમાં જોડાયા હતા.

Related posts

જમ્મુ કાશ્મીરમાં યુવકે બનાવી શાનદાર સ્નો કાર, ફોટો પડાવવા લોકોની પડાપડી થઈ

Ankita Trada

નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ 131 અરજી દાખલ, બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

Ankita Trada

કોંગ્રેસના મંત્રીએ ભાજપના સાંસદને કહ્યું, ઉપાડીને બહાર ફેંકી દઈશ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!