GSTV

કોંગ્રેસી સાંસદો મને મારવા વેલમાં ધસી આવ્યા હતા : સ્મૃતિ

ઉન્નાવની બળાત્કાર પીડિતાને સળગાવી દેવાના મુદ્દે લોકસભામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીએ મોટા વિવાદનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. ભાજપે દાવો કર્યો કે કોંગ્રેસના બે સાંસદો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને મારવાની પોઝીશનમાં આગળ વધ્યા હતા. તેમણે સાંસદોની બીનશરતી માફીની માગણી કરી હતી. પરીણામે શુક્રવારે કોઈ વધુ કામ વિના ગૃહ આખા દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યું હતું. સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સમક્ષ ગૃહમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તરફ આગળ વધનારા કોંગ્રેસ સાંસદો ડીન કુરિયાકોસ અને ટીએન પ્રતાપનને સસ્પેન્ડ કરવાની માગ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ પ્રહ્લાદ જોશીએ ઓમ બિરલાને નિયમ 374 હેઠળ કોંગ્રેસના બંને સાંસદો વિરૂદ્ધ નોટીસ આપી છે.

તેમણે માગણી કરી કે કોંગ્રેસના સાંસદો સોમવારે સ્મૃતિ ઈરાનીની બીનશરતી માફી માગે અને જો તેઓ માફી ન માગે તો નિયમ 374 હેઠળ તેમને પાંચ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે આ ઘટનાથી તેઓ સ્તબૃધ થઈ ગયાં છે અને હવે એ જોવાનું છે કે વિપક્ષ તેમને મહિલાની તરફેણમાં બોલવા માટે શું સજા આપે છે.લોકસભાના ઘટનાક્રમ અંગે સ્મૃતિ ઈરાનીએ સંસદ પરિસરમાં જણાવ્યું કે ‘બાંયો ચઢાવી મારવાની મુદ્રામાં કોંગ્રેસના એક સાંસદ મારી તરફ આવ્યા, ત્યાર બાદ એક યુવા સાંસદે કહ્યું કે હું બોલી જ કેમ… તેનાથી હું સ્તબૃધ છું.’

તેમણે ઉમેર્યું, હું ભાજપ સાંસદ છું અને જોવા માગું છું કે ગૃહમાં સોમવારે મહિલાની તરફેણમાં બોલવા માટે વિપક્ષ મને શું સજા આપવાનો છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અિધર રંજન ચૌધરીએ શૂન્ય કાળ દરમિયાન ભાજપની ટીકા કરતાં કહ્યું કે ‘ઉત્તર પ્રદેશમાં એક તરફ રામ મંદિર બાંધવાની તૈયારીઓ થઈ રહી છે ત્યારે દેશમાં સીતાઓ સળગાવાઈ રહી છે.(તેમણે ઉન્નાવ રેપ પીડિતાને સળગાવવાની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.)’ તેમણે ઉમેર્યું ઉત્તર પ્રદેશ આૃધર્મ પ્રદેશ બની ગયું છે. અન્ય કેટલાક પક્ષોના સાંસદોએ હૈદરાબાદની ઘટનાનો ઉલ્લેખ કરતાં મહિલાઓ વિરૂદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

આ સમયે ઉત્તર પ્રદેશના અમેઠીમાંથી સાંસદ સ્મૃતિ ઈરાનીએ વિપક્ષ પર વળતો હુમલો કરવાનો મોરચો સંભાળ્યો અને તેમણે ઉન્નાવની ઘટના મુદ્દે રાજકારણ નહીં કરવા કોંગ્રેસને અપીલ કરી. તેમણે તૃણમૂલ કોંગ્રેસના સાંસદની પણ પશ્ચિમ બંગાળના માલદામાં આવી જ એક ઘટનાનો ઉલ્લેખ નહીં કરવા બદલ ઝાટકણી કાઢી.

READ ALSO

Related posts

VIDEO: ભારતીય મહિલાઓ પાસે દરેક સમસ્યાનો તોડ છે, હવે આ રીતે પીઠી લગાવવાનું ચલણ થઈ જાય તો પણ નવાઈ ન પામતા !

Pravin Makwana

પત્ની ઘેલો પ્રેમી/ પિયરમાં ગયેલી પત્નીને ઘરવાળાએ રોકી રાખતા સાસરીમાં જઈ ઘર બહાર ધરણા પર બેસી ગયો પતિ

Pravin Makwana

લોકડાઉનની સાઈડ ઈફેક્ટઃ ખાવા દાણા ન મળતાં અહીં ભૂખ્યા તરસ્યા 1 હજારથી વધુ કબૂતરોના થયા મોત

Karan
Do NOT follow this link or you will be banned from the site!