GSTV

ઘરના ભૂવા અને ઘરના ડાકલાં : કોંગ્રેસે રાજીનામાનો કર્યો અસ્વીકાર, કહ્યું પાર્ટીને હજુ પણ રાહુલની જરૂર

krk Rahul Gandhi

Last Updated on May 25, 2019 by Karan

લોકસભા ચૂંટણીમાં કારમા પરાજય બાદ દિલ્હી ખાતે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં હારના કારણોની સમિક્ષા કરવામાં આવી હતી. કોંગ્રેસની બેઠકમાં એક પ્રસ્તાવ પાસ કરીને ચૂંટણીમાં જનતાએ આપેલા જનાદેશનો સ્વિકાર કર્યો હતો. ઉપરાંત પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીએ બેઠકમાં અધ્યક્ષ પદેથી રાજીનામુ ધરી દીધુ હતુ. પરંતુ કોંગ્રેસ કાર્યસમિતિએ આ રાજીનામાનો અસ્વિકાર કર્યો હતો.

પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ બેઠક અંગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે પાર્ટીના નેતાઓએ રાહુલ ગાંધીની રાજીનામાની ઓફરને ઠુકરાવી દીધી છે. પાર્ટીને હજુ રાહુલ ગાંધીની જરૂરિયાત છે. પાર્ટીએ રાહુલ ગાંધીને કોંગ્રેસના માળખામાં ફેરબદલ માટે અધિકાર આપ્યા છે. કોંગ્રેસે કહ્યું કે તે આગામી સમયમાં પણ નફરત અને વિભાજનકારી તાકાત સામે પોતાની લડાઇ ચાલુ રાખશે. સુરજેવાલાએ કહ્યું કે કોંગ્રેસ વિપક્ષ તરીકેની સકારાત્મક નિભાવશે. તેમણે દાવો કર્યો કે દેશના અર્થતંત્ર પર મોંઘવારી અને મંદીના વાદળો મંડરાઇ રહ્યા છે.

READ ALSO

Related posts

દેશના કરોડો કર્મચારીઓએ મોદી સરકારની લાજ બચાવી લીધી, લોકડાઉનમાં સરકારના એક નિર્ણયથી 34, 402 કરોડ રૂપિયા કામમાં આવ્યા

Pravin Makwana

ચેતીને રહેજો / કોરોના ગાઇડલાઇનને લઇ CM રૂપાણીનું મોટું નિવેદન, જો રાજ્યમાં ફરીથી કેસ વધશે તો….

Dhruv Brahmbhatt

PM Kisan: ખેડૂતોના ખાતામાં 9 ઓગસ્ટે આવશે રૂપિયા, જો આપને પણ દેખાય ‘RFT’ અથવા ‘FTO’ સ્ટેટ્સ, તો આવો થાય છે તેનો અર્થ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!