GSTV
Gujarat Government Advertisement

સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં મળી કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક, JNU હિંસા અને દિલ્હી ચૂંટણી સહિતનાં મુદ્દાઓ પર થઈ ચર્ચા

Last Updated on January 11, 2020 by Mansi Patel

દેશની વર્તમાન રાજકીય સ્થિતિ પર ચર્ચા કરવા માટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની મહત્વની બેઠક મળી હતી. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી વર્કિંગ કમિટીની બેઠકમાં પૂર્વ પીએમ મનમોહન સિંહ, પ્રિયંકા ગાંધી વાડ્રા, મલ્લિકાર્જુન ખડગે, પી. ચિદમ્બરમ તથા ગુલામનબી આઝાદ સહિત અન્ય ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં દિલ્હી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ, જેએનયુમાં હિંસા, નાગરિકતા સંશોધન કાયદો તથા એનઆરસી સહિતના મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા હાથ ધરાઇ હતી.

મહત્વનું છે કે કોંગ્રેસે 13 જાન્યુઆરીએ જેએનયુમાં હિંસા મુદ્દે ચર્ચા કરવા માટે સંસદ એનેક્સીમાં વિપક્ષોની બેઠક બોલાવી છે. ત્યારે આ બેઠક પહેલા યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ઘણી જ મહત્વની માનવામાં આવી રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Deposit Interest Certificate કેવી રીતે કરશો ડાઉનલોડ? શું છે રીત, જાણો સમગ્ર પ્રક્રિયા!

pratik shah

રબ ને બના દી જોડી: પતિ કરતા ‘થોડી’ વધુ ઊંચી છે પત્ની તો બની ગયો વર્લ્ડ રેકોર્ડ

Pritesh Mehta

અમદાવાદ/ GIDCમાં મુખ્યમંત્રીએ નવનર્મિત વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ, વટવાના 700 જેટલા ઉદ્યોગોને મળશે લાભ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!