VIDEO : રાજકોટમાં જીતુ વાઘાણીના પૂતળાદહન સમયે મોટી દુર્ઘટના ટળી, નહીં તો…

રાજકોટમાં જીતુ વાઘાણીના પૂતળા દહન દરમિયાન કોંગ્રેસની મહિલા કાર્યકરોના હાથ દાઝ્યા હતા. જોકે મોટી દુર્ઘટના ટળતા આયોજકોએ રાહતનો શ્વાસ લીધો છે. કોંગ્રેસની મહિલા કાર્યકરો દ્વારા રાહુલ ગાંધી પર વિવાદિત ટિપ્પણી કરનારા જીતુ વાઘાણીના પૂતળાના દહનનો કાર્યક્રમ આયોજિત થયો હતો.

તે સમયે અન્ય કાર્યકરોને ધ્યાન ન હતુ. તેઓ પૂતળાને માર મારીને વિરોધ વ્યક્ત કરતા હતા. તેવામાં એક મહિલા આગેવાને પૂતળાને આગ ચાંપી દેતા અન્ય મહિલા કાર્યકરોના હાથ દાઝ્યા હતા.જોકે, મોટી દુર્ઘટના ટળી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter