લખનઉમાં કોંગ્રેસ કાર્યકરો પોપટ લઈને આવી ગયા, જુઓ શું હતી વિરોધની થીમ

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં કોંગ્રેસના કાર્યકરોએ ED અને CBIની કાર્યવાહીનો અનોખો દેખાવો કર્યો. કેન્દ્ર સરકારનો વિરોધ કરવા કોંગ્રેસના કાર્યકરો પિંજરામાં પોપટ લઈને પહોંચ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસના કાર્યકરોએ પોપટનો મુખોટા પણ પહેર્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ ઈડી, ચૂંટણી પંચ, સીબીઆઈ અને સીબીઆઈને આઝાદ કરવાના સૂત્રોચ્ચાર કર્યા. વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોનો આરોપ છે કે, કેન્દ્ર સરકાર ઈડી અને સીબીઆઈ જેવી તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. એજન્સીઓ દ્વારા કેન્દ્ર સરકાર વિરોધીઓને ફસાવવાનું કામ કરી રહી છે. મહત્વપૂર્ણ છે કે, આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ સીબીઆઈ અને ઈડીનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનો આરોપ કેન્દ્ર સરકાર પર લગાવ્યો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter